- સુભાષ શાક માર્કેટના 250 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા
- જામનગરમાં મનપાની ટીમ એક્શન મોડમાં
- કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત
જામનગરઃ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે. ત્યારે કોરોના સુપર સ્પ્રેડર ગણાતા 250 જેટલા શાકભાજી વિક્રેતાઓના મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ
- વેપારીઓના RTPCR ટેસ્ટ કરાયા
જામનગર શહેરમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થતાં સતત પોઝિટિવ કેસો પણ વધી રહ્યા છે. ત્યારે કોરોનામાં સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજી વિક્રેતાઓ મારફતે શહેરીજનોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના સૌથી મોટી સુભાષ શાકમાર્કેટ ખાતે વેપારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં 250 જેટલા શાકભાજી અને ફ્રૂટના વિક્રેતાઓના સ્થળ પર RTPCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધતા જતા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.