- સસ્તું શિક્ષણ, સસ્તી વીજળી આપવાની કરી જાહેરાત
- આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી અને પ્રજાને સુવિધા આપનારી : અજેશ યાદવ
- આમ આદમી પાર્ટી જામનગરમાં દિલ્હી મોડલ પર ચૂંટણી લડશે
જામનગરમાં AAP દ્વારા વોર્ડ નંબર-5માં કાર્યાલયનો પ્રારંભ, દિલ્હીનાં MLA અજેશ યાદવ રહ્યા ઉપસ્થિત - jamnagar corporation news
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જામનગરનાં વોર્ડ નં. 5 માટે ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હીનાં ધારાસભ્ય અજેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમ્યાન ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
જામનગરમાં આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5માં કાર્યાલયનો કર્યો પ્રારંભ, દિલ્હીનાં MLA અજેશ યાદવ રહ્યા ઉપસ્થિત
જામનગર: મહાનગરપાલિકાની ચૂંટણીનાં પ્રચાર-પ્રસાર વેગવંતા બન્યા છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 5ના મધ્યસ્થ કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો હતો. આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 5ના ઉમેદવાર કરશનભાઇ કરમુર, જેન્તીભાઇ સાવલીયા, કમળાબા ઝાલા, સોનલબેન ઘેડીયાની પેનલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં આમ આદમી પાર્ટીના દિલ્હીનાં ધારાસભ્ય અજેશ યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.