જામનગર : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નામ ઉપર રાજ્યસભામાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે. આ ત્રણેય બિલ વાસ્તવીક રીતે ખેડૂતોને નુકસાન કર્તા અને કંપનીઓને ફાયદો પહોંચાડનારા છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા ત્રણેય બિલની વિરુદ્ધમાં દેશના અલગ અલગ રાજયોનાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકારની સહયોગી પાર્ટીના જ પ્રધાનોએ પણ આ બિલના વિરુદ્ધમાં રાજીનામું આપીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું જે નીચે મુજબ છે.
(૧) ખેતી પ્રધાન દેશ તરીકે દેશમાં અંદાજે ૫૦ ટકા જેટલા લોકો સીધા તેની સાથે જોડાયેલા છે. આ બિલખેડૂતોના હિતમાં હોય એવો સરકારનો દાવો છે પરંતુ દેશ ભરમાથી વિવિધ ખેડૂત સંગઠનો, ખેડૂત પ્રતિનીધીઓ , તેમજ સરકારી કે બિન સરકારી એવાર્ડ પ્રાપ્ત કરેલા પ્રગતિશીલ ખેડૂતોનો કોઈ અભીપ્રાય લેવામાં આવ્યો નથી. માટે આ બિલ એક તરફી અને કંપનીનોના ફાયદા માટે બનેલું છે.
(૨) દરેક રાજયની ભૌગલીક પરીસ્થતિ અને ખેડૂતોની સ્થતિ અલગ અલગ હોય શકે છે. એ બાબત ધ્યાનમાં લીધા વગર તેમજ દરેક રાજ્ય સરકારનો અભિપ્રાય કે સૂચન મેળવ્યા વગર જ માત્ર એ.સી. ઓફિસમાં બેસીને કંપનીઓના લાભાર્થે આ બિલ બનાવાવમાં આવ્યું છે.