ગુજરાત

gujarat

ETV Bharat / city

Suicide: ખંભાલીડામાં ખુલ્લા કૂવામાં માતાએ ત્રણ બાળકો સાથે ઝપલાવ્યું - ક્રાઈમ ન્યૂઝ

જામનગરના ખંભાલીડામાં એક માતાએ ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવી ( Suicide ) મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માતા બચી ગઇ હતી પરંતુ ત્રણ બાળકોના મોત ( Death )નીપજ્યાં હતાં.

Suicide: ખંભાલીડામાં ખુલ્લા કૂવામાં માતાએ ત્રણ બાળકો સાથે ઝપલાવ્યું
Suicide: ખંભાલીડામાં ખુલ્લા કૂવામાં માતાએ ત્રણ બાળકો સાથે ઝપલાવ્યું

By

Published : Jul 8, 2021, 12:55 PM IST

  • માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું
  • બાળકોના મોત થયાં માતાને બચાવાઈ
  • ફાયર વિભાગે બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યાં

    જામનગરઃ મોરારીદાસ ખંભાલીડા ગામે પર પરપ્રાંતીય મહિલાએ ત્રણ બાળકો સાથે સામૂહિક આત્મહત્યાનો ( Suicide ) પ્રયાસ કર્યો છે.બનાવને પગલે ભારે અરેરાટી સાથે શોક સમગ્ર પથકમાં વ્યાપી ગયો છે. ફાયરની ટીમ દ્વારા બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કઢાયાં હતાં. આ કરુણાંતિકાની ખબરના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.



    પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

    જામનગરની ભાગોળે મોરાર દાસ ખંભાલીડા ગામે Suicide કરુણાંતિકા સર્જાઇ હતી. કૂવામાંથી એક પછી એક ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયાં હતાં અને જામનગરથી પોલીસ ( Jamnagar Police) તથા Fireની ટીમ તાબડતોબ દોડી આવી હતી.


    સામૂહિક Suicide પ્રયાસ છે કે અન્ય કોઈ કારણ..!

    આ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણેય બાળકોની માતા પણ ગુમ હોવાનું બહાર આવતાં માતાની શોધખોળ શરૂ કરતાં માતા પણ કૂવામાંથી મળી આવી છે. કોઇ કારણોસર માતાએ ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું.

આ પણ વાંચોઃ Mass Suicide Attempt : રાજકોટની શિવ શક્તિ ડેરી ફાર્મમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ABOUT THE AUTHOR

...view details