- રહેણાંક મકાનમાંથી સોનાની બંગડીની ચોરી કરનાર મહિલા ઝડપાઈ
- સોનાની બગળીની ચોરી કરનાર મહિલા ઝડપાઈ
- એલસીબીએ બાતમીના આધારે પોલીસે મહિલાને દબોચી લીધી
- મહિલાના કબજામાંથી ચોરીમાં ગયેલા રૂ. 40 હજારની કિંમતની સોનાની બંગડી મળી
જામનગરઃ જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી સોનાની બંગડીની ચોરી કરનારી મહિલાને જામનગર LCB પોલીસે ચાંદી બજારમાંથી ઝડપી પાડી હતી. આ ઘટનાની વિગત અનુસાર, 26 નવેમ્બરથી 28નવેમ્બર દરમિયાન પારૂલ નરેશભાઈ ગોપલાણીના રહેણાંક મકાનમાંથી એક સોનાની બંગડી ચોરી થયાની ફરિયાદ સિટી બી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસે આરોપીને પકડી પાડી હતી.