ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે શિક્ષણ

આજે વિશ્વ મહિલા દિવસ છે. જે મહિલાએ પરિવારની સાથે સમાજમાં નવો રસ્તો કર્યો હોય અને પુરૂષ સમોવડી બની હોય તેવી મહિલાઓનું આજના દિવસે અનેરું માન સન્માન તો કરવામાં આવે છે. આવી જ રીતે જામનગરમાં રહેલા ડિમ્પલ મહેતા છેલ્લા 20 વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ બાળકોને પોતાના NGOના માધ્યમથી વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે.

જામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે શિક્ષણ
જામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે જામનગરની એક મહિલા માનસિક અસ્વસ્થ 150 બાળકોને વિનામૂલ્યે આપે છે શિક્ષણશિક્ષણ

By

Published : Mar 8, 2021, 2:51 PM IST

Updated : Mar 8, 2021, 3:52 PM IST

  • જામનગરની એક મહિલા બની વિદ્યાર્થીઓનો સહારો
  • માનસિક અસ્વસ્થ બાળકોને ભણાવે છે નિઃશુલ્ક
  • ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી વિદ્યાર્થીઓને કરે છે મદદ

આ પણ વાંચોઃઅમદાવાદમાં મહિલા દિવસ નિમિત્તે સેલિબ્રેશન

જામનગરઃ જામનગરના ડિમ્પલ મહેતા એક એવા મહિલા જે માનસિક અસ્વસ્થ બાળકોનો સહારો બની છે. તેઓ આવા 150થી વધારે બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી રહી છે. તો જાણીએ કે તેમને આવા વિદ્યાર્થીઓનો સહારો બનવાની પ્રેરણા કઈ રીતે મળી. ડિમ્પલ મહેતાનું પ્રથમ બાળક માનસિક અસ્વસ્થ હતું અને જન્મ બાદ જ તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ડિમ્પલ મહેતાએ નક્કી કર્યું હતું કે તે હવે આજીવન આવા બાળકોની સેવા કરશે અને શિક્ષણ આપશે. બસ ત્યારથી શરૂઆત થઈ આજ સુધી તેમની કામગીરી ચાલુ છે.

જામનગરની એક મહિલા બની વિદ્યાર્થીઓનો સહારો

ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં 150 જેટલા માનસિક અસ્વસ્થ બાળકોને આપ્યું શિક્ષણ

ખાસ કરીને માનસિક અસ્વસ્થ બાળકોમા એક વર્ષથી લઈને 60 વર્ષની ઉંમરના બાળકો ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં રોજ આવે છે. અહીં, આ બાળકોને તમામ પ્રકારની એક્ટિવી કરાવવામાં આવે છે. વિવિધ ઉત્સવમાં પણ બાળકો ઉત્સાહ ભેર ભાગ લે છે.

આ પણ વાંચોઃરાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી


આ સેન્ટરમાં અભ્યાસ કરતા અનેક માનસિક અસ્વસ્થ બાળકો નોકરીમાં પણ લાગ્યા

એક સામાન્ય માણસ જ નોકરી કરી શકે એવું નથી. જે દિવ્યાંગ છે તે પણ અનેક ક્ષેત્રમાં પારંગત હોય છે. કોઈ ગીત-સંગીતમાં પાવરધા હોય તો કોઈ અન્ય પ્રવૃત્તિ પણ કરી શકતા હોય છે. જોકે, ઓમ ટ્રેનિંગ સેન્ટરમાંથી અનેક બાળકો સરકારી નોકરીમાં પણ લાગ્યા છે.

જામનગરમાં માનસિક અસ્વસ્થ બાળકો રહી અને ભણી શકે તેવું સંકુલ ઊભું કરવાની મહેચ્છા

આવા બાળકોને આમ તો પરિવાર સાચવતો હોય છે પણ જે બાળકો અનાથ છે અને જેનું કોઈ છે જ નહીં તે બાળકો વ્યવસ્થિત જિંદગી જીવી શકે તે માટે ડિમ્પલ મહેતા એક સંકુલ બનાવવા માગે છે. જ્યાં આવા બાળકો પોતાનો વિકાસ કરી શકે.

Last Updated : Mar 8, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details