- જામનગર એસટી ડેપો ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
- કોરોનામા મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
- બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ
જામનગર : એસટી વિભાગ દ્વારા કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા કર્મચારીઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એસટી વિભાગના ત્રણ કર્મચારીઓએ કોરોનાની બીમારીથી જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં 1,983 એસટીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા છે અને અનેક કર્મચારીઓ હજુ કોરોના સામે જંગ લડી રહ્યા છે.
આ પણ વાંચો : પાટણ ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને અને કનોડિયા બેલડીને શ્રદ્ધાંજલિ અપાઈ
જામનગર એસટી વિભાગના ત્રણ કર્મચારીઓના કોરોનાથી થયા મોત