ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં તબીબના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર ચોરનારો ઝડપાયો - thief was caught for stealing gold-silver jewelry and American dollars

અમદાવાદમાં તબીબી પ્રેકટીસ કરતા અને જામનગરના વાલ્કેશ્વવરી નગરીમાં આવેલા તેમના બંધ મકાનમાં એક મહિના અગાઉ થયેલી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલરની ચોરીમાં પોલીસે એક તસ્કરને ઝડપીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં તબીબના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર ચોરનારો ઝડપાયો
જામનગરમાં તબીબના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર ચોરનારો ઝડપાયો

By

Published : Jun 1, 2021, 7:20 PM IST

  • જામનગરમાં તબીબના ઘરેથી થઈ હતી અમેરિકન ડોલર અને દાગીનાની ચોરી
  • અમેરિકન ડોલર અને દાગીનાની ચોરી કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
  • CCTVમાં તસ્કર વાલકેશ્વરી નગરીમાં સતત આંટાફેરા મારતા દેખાયો હતો

અમદાવાદ: શહેરમાં તબીબી પ્રેકટીસ કરતા ડો.વિવેક કક્કડના જામનગરના વાલ્કેશ્વવરીનગરી વિસ્તારમાં આવેલા મકાનમાં એક મહિના પૂર્વે તસ્કરો ત્રાટકયા હતાં અને બંધ મકાનના તાળા તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર મળી કુલ રૂા.1.68 લાખની ચોરી થયાની ઘટનામાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસે આ ઘટનમાં બાતમીના આધારે તસ્કરને ઝડપી પાડ્યો હતો.

ઈસમ પાસેથી રૂ.2.16 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

મળેલી બાતમીના પોલીસ સ્ટાફે વોચ ગોઠવીને વિકાસ ગૃહ રોડ પરથી રમેશ ઉર્ફે રમલો સેફા કાબા પરમાર નામના શખ્સને આંતરી લીધો હતો. પોલીસે રમેશની તલાશી લેતા તેના કબ્જામાંથી સોના-ચાંદીના દાગીના અને ઈમીટેશન જવેલરી મળી કુલ રૂા.2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા રમેશ ઉર્ફે રમલો સેફા કાબા પરમાર વાલ્કેશ્વવરી નગરી વિસ્તારમાં અવાર-નવાર જોવા મળ્યો હતો. જેથી પોલીસે રમલાની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details