- જામનગરમાં બનશે બુક બ્રોડવાળી જગ્યામાં અદ્યતન કોર્ટ બિલ્ડીંગ
- વહીવટી તંત્ર દ્વારા જગ્યાની માપણી કર્યા બાદ કબજો કોર્ટને અપાયો
- લાલ બંગલા પરિસરમાં આવેલી તમામ કોર્ટનું સ્થળાંતર કરવામાં આવશે
વહીવટી તંત્ર દ્વારા જગ્યાની માપણી કર્યા બાદ કબજો કોર્ટને અપાયો
જામનગરઃ આ સમસ્યા નિવારવા અને રાજય સરકારના લોકોને વહીવટી સરળતા રહે તે માટે અદ્યતન સરકારી કચેરીના અભિગમ અનુસાર, તાજેતરમાં હાઈકોર્ટના પ્રભારી ન્યાયાધીશ બેલા ત્રિવેદી જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓને કોર્ટની અદ્યતન ઈમારત માટે જુદી-જુદી જગ્યા બતાવવામાં આવી હતી. જામનગર શહેરમાં બુક બ્રોન્ડવાળી જગ્યામાં આગામી દિવસોમાં નિર્માણ પામનારી નવી કોર્ટ ઈમારતનો સાઈટ પ્લાન તૈયાર છે. રાજ્ય સરકાર દ્વારા બજેટની ફાળવણી કરવામાં આવતાની સાથે જ નવી કોર્ટ ઈમારતનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
જામનગરમાં બુક બ્રોડવાળી જગ્યામાં અદ્યતન કોર્ટ બનાવાશે મેદાનની અઢી લાખ ફૂટ જગ્યા છે શહેરમાં ગાંધીનગર પાસે આવેલી સરવે નં. 4112 બુક બ્રોન્ડવાળી જગ્યા કુલ 24,011 ચોરસમીટર એટલે કે અઢી લાખ ફૂટ જેટલી છે. આ સ્થળે કોર્ટ બનાવવા ગત 27 નવેમ્બરના કોર્ટ બનાવવા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મંજૂરી આપી હતી. આ જગ્યામાં કોર્ટની નવી ઈમારતની સાથે ન્યાયાધીશ માટે ક્વાર્ટર પણ બનશે.
ઈમારતની સાથે ન્યાયાધીશ માટે કર્વાટર પણ બનશે
કોર્ટની જૂની ઈમારતનો કબજો જિલ્લા વહીવટી તંત્ર પુન: લેશે. જામનગર શહેરમાં બુક બ્રોન્ડવાળી જગ્યામાં નવું કોર્ટ બિલ્ડીંગ બન્યા બાદ લાલ બંગલા પરિસરમાં આવેલી કોર્ટની જૂની ઇમારતોનો કબજો જિલ્લા વહીવટી તંત્ર લેશે. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગનું માર્ગદર્શન લઈ આ ઈમારતનું શું કરવું તેનો નિર્ણય કરાશે તેમ જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું.