- જામનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું
- જામનગરના રણજીતનગરમાં ચાર દુકાનોનું ડિમોલિશન
- દુકાનદારે ફિનાઇલ પીવાનો કર્યો પ્રયાસ
જામનગર: શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. આજે રવિવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને કાર્યપાલક એન્જિનિયરની ટીમ દ્વારા જામનગરના રણજીતનગરમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલી ચાર દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે ડિમોલિશન દરમિયાન એક દુકાનદારે ફિનાઇલ પી લેવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે તેને ફિનાઇલ પીતા અટકાવ્યો હતો
રણજીતનગરમાં ચાર દુકાનોનું ડિમોલિશન હાથ ધરાતા દુકાનદારે ફીનાઇલ પીવાનો પ્રયાસ કર્યો આ પણ વાંચો :મેટ્રોની કામગીરીના કારણે ડિમોલિશન શરૂ કરાયું
ચાર દુકાનો તોડી પાડવામાં આવી, અન્ય દબાણો ક્યારે દૂર થશે
કાર્યપાલક એન્જિનિયરના જણાવ્યા અનુસાર 2019થી ગેરકાયદેસર દુકાનોના દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં પણ બિલ્ડરોએ નોટિસનો અનાદર કર્યો હતો. જેના કારણે આજે રવિવારે જેસીબી મશીનની મદદથી ચાર જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે.
દુકાનદારે ફિનાઇલ પીવાનો કર્યો પ્રયાસ
જામનગર શહેરમાં અન્ય વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે. જોકે જામનગર મહાનગરપાલિકા દ્વારા અનેક દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી છે. છતાં પણ આ દબાણો દૂર કરવામાં આવ્યા નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે, જામનગર શહેરમાં અન્ય જે દબાણો કરવામાં આવ્યા છે. તે ક્યારે દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો :પાલ અને ઉમરા બ્રિજના ઉમરા અપ્રોચના નડતરરૂપ મિલકતો ખસેડવા માટે આજથી ડિમોલિશન શરૂ