જામજોધપુર: ખેડૂતો આત્મનિર્ભર બને અને ખેડૂતોની આવક બમણી થાઇ તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આઆ અંતર્ગત તાલુકાના ખેડુતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શહેરના APMC ગ્રાઉન્ડમાં પૂર્વ કેબીનેટ પ્રધાન ચિમનભાઇ શાપરિયાના અધ્યક્ષ સ્થાને 'સાત પગલા ખેડૂત કલ્યાણના' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં CM વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતોને “સાત પગલા ખેડૂત કલ્યાણ” યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને જાગૃત થવુ જરુરી છે. તેવુ પૂર્વ કેબીનેટ પ્રધાન ચિમનભાઇ શાપરિયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.
જામજોધપુર ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણનો કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓને મંજૂરીપત્રો વિતરણ કરાયા - પૂર્વ કેબીનેટ પ્રધાન ચિમનભાઇ શાપરિયા
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જામજોધપુરના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડમાં પૂર્વ કેબીનેટ પ્રધાન ચિમનભાઇ શાપરિયાના અધ્યક્ષ સ્થાને 'સાત પગલા ખેડૂત કલ્યાણના' કાર્યક્રમ યોજાયો હતો.
![જામજોધપુર ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણનો કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓને મંજૂરીપત્રો વિતરણ કરાયા APMC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:22:04:1601128324-gj-jmr-03-seven-steps-jagdishkhetia-26092020190754-2609f-1601127474-459.jpg)
APMC
આ કાર્યક્રમમાં કાલાવડ ખાતે APMC જામ જોધપુરના ચેરમેન દેવાભાઇ પરમાર, જામજોધપુર APMCના ડાયરેકટર જયસુખભાઇ વડાલીયા, કિશોરસિંહ જાડેજા અને કરસનભાઇ કરંગીયા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરા, નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડિવાર, પ્રાંત અધિકારી સાવલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી ડઢાણીયા, મદદનીશ ખેતી નિયામક સી.ડી. કરકર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. કે.પી. બારેયા તેમજ આ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.