- જામનગરની કોવિડ હોસ્પિટલ બહાર થઈ બબાલ
- સિક્યુરિટી ગાર્ડ અને પોલીસે કર્યો લાઠીચાર્જ
- સફાઈકર્મી મહિલાઓને માર માર્યો
જામનગર : જિલ્લાની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ બહાર સફાઈ કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. જોકે બાદમાં લોકોના ટોળા એકઠા થઇ જતા જી. જી. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં બે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી.
જામનગરમાં કોવિડ હોસ્પિટલ બહાર બબાલ થઈ આ પણ વાંચો : જામનગરની ઠેબા ચોકડી પાસે મર્ડર કરનારા ડિસમિસ થયેલા પોલીસકર્મી અને તેના ભાઈને કોર્ટમાં રજૂ કરાયા
SRP પોલીસ દ્વારા કરવામાં આવ્યો હુમલો
સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે સફાઈ મામલે રકઝક થઈ હતી અને બાદમાં ઉગ્ર રૂપ ધારણ કર્યુ હતું. જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્ને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે, ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા અવારનવાર તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે અને મહિલાઓને પણ મારઝૂડ કરવાની ઘટનાઓ બની રહી છે.
આ પણ વાંચો : જામનગરમાં પોલીસ દ્વારા સિંધી માર્કેટ બંધ કરાઈ, વેપારીઓની પોલીસ સામે રાવ
સમગ્ર મામલો પહોંચ્યો સીટી બી ડિવિઝન પર
આ ઘટનામાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોરોના કાળમાં એકઠા થયેલા લોકોના ટોળાને વિખેરવામાં આવ્યા હતા. જે બાદ વાલ્મિકી સમાજના લોકો જામનગરમાં સીટી બી ડિવિઝન ખાતે ધરણા પર બેસીને વિરોધ કર્યો છે.