- LCB પોલીસે બાતમીના આધારે ઝડપ્યું ચોરાઉ ડીઝલ
- પોલીસે ડીઝલ સહિત 4,31,000 ના મુદામાલ જપ્ત કર્યો
- પંચકોષી એ પોલીસ સ્ટેશનને તપાસ સોપવામાં આવી
જામનગર: કોરોનાના કપરા કાળમાં લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. તેવામાં આવા અસામાજીક તત્વો પણ ચોરીના ગુનાઓ તરફ દોરાયા છે. ત્યારે, જાબુંડાગામના પાટીયા પાસેથી પાલીસે ચોરાઉ ડીઝલનો 2450 લીટરનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં, 4,31,000 ના મુદામાલ સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો:Sexual harassment case: જામનગરમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ યૌન શોષણ પીડિતાઓની મુલાકાત લીધી, કમિટી નહિ ફરિયાદ નોંધવા માંગ કરી
LCB પોલીસે મળી હતી બાતમી
જામનગર LCB સ્ટાફના ફીરોજ દલ અને વનરાજ મકવાણાને મળેલ ખાનગી બાતમીના આધારે જાબુંડાગામના પાટીયા પાસેથી કારા મેધા ભુંડીયા અને મયુર મનુ જેઠાની બોલેરો પીકઅપ વાહન નંબર GJ 13 ST 9298 માંથી બીલ આધાર વગરનું 41 કેરબામાં ભરેલું 2,20,500 ની કિંમતનું 2450 લીટર ડીઝલ જપ્ત કર્યું હતું. આ સાથે, બોલેરો કાર, 2 મોબાઇલ ફોન સહિતનો મૂદામાલ ઝડપી પાડ્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કરવા પંચકોષી એ પોલીસ સ્ટેશનને સોપવામાં આવી છે.
આ પણ વાંચો:વર્ષ 2014માં ગટરની સફાઈ વખતે મૃત્યુ પામેલા સફાઈકર્મીના પરિવારના કોઈ એક સભ્યને નોકરી આપવા માગ