ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં આસી.કમિશનરની ઓફિસમાં હોબાળો મચાવનારી નગરસેવીકા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ - Police complaint against corporator

જામનગર મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગરની ઓફિસમાં કોંગ્રેસની નગરસેવિકા રચના નંદાણીયાએ હોબાળો મચાવ્યો હતો. જે અનુસંધાને નગરસેવિકા રચના નંદાણીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેની અટકાયતની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગરમાં આસી.કમિશનરની ઓફિસમાં હોબાળો મચાવનારી નગરસેવીકા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
જામનગરમાં આસી.કમિશનરની ઓફિસમાં હોબાળો મચાવનારી નગરસેવીકા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

By

Published : Apr 14, 2021, 7:59 PM IST

  • નગરસેવીકા રચના નંદાણીયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો
  • આસિસ્ટન્ટ કમિશનરને રજૂઆત કરતી વખતે મચાવ્યો હતો હોબાળો

જામનગરઃ મહાનગરપાલિકાના ગેટ પાસે કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. જોકે, અહીં મંડપની વ્યવસ્થા ન હોવાને કારણે કોંગ્રેસની નગરસેવિકા રચના નંદાણીયાએ આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગરને રજૂઆત કરી હતી. ત્યારે રજૂઆત દરમિયાન નગરસેવિકાએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે અનુસંધાને નગરસેવિકા રચના નંદાણીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેની અટકાયતની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જામનગરમાં નગર સેવિકાએ ઢોલ વગાડી કર્યો અનોખી રીતે વિરોધ

નગરસેવીકા રચના નંદાણીયા હમેશા રહે છે ચર્ચામાં

કોંગ્રેસની મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા હંમેશા ચર્ચામાં રહે છે. અગાઉ પણ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં કોર્પોરેટર રચના નંદાણીયાએ ભારે હોબાળો મચાવ્યો હતો. અવારનવાર કમિશનર સાથે પણ ઉગ્ર ભાષામાં રજૂઆત કરવા માટે રચના નંદાણીયા જાણીતા છે. ખાસ કરીને ગરીબ લોકોના પ્રશ્નોને લઈ હંમેશા રજૂઆત કરતા રહે છે.

આ પણ વાંચોઃ જામનગરમાં વોર્ડ નંબર 4ની ભાજપની મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ

ABOUT THE AUTHOR

...view details