જામનગરઃ ભારતીય તટરક્ષક દળમાંથી 29 નાવિકો સહિત ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક (DEEM) પાવર (P) અને રેડિયો (R) અભ્યાસક્રમના 346 તાલીમાર્થીઓ એ INS વાલસુરા ખાતે 10 સપ્ટેમ્બર 2020ના રોજ સફળતાપૂર્વક તેમની તાલીમ પૂર્ણ કરી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 26 અઠવાડિયાનો વિશેષ અભ્યાસક્રમ તેમણે પૂરો કર્યો છે.
INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમડોર અજય પટનીએ કોવિડ-19ના તમામ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે અહીં યોજવામાં આવેલી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીની મૂળભૂત બાબતો અને લેબોરેટરીઓમાં સંબંધિત ઉપલબ્ધ તાલીમ ઉપરાંત, આ એવો પ્રથમ અભ્યાસક્રમ છે જ્યાં તાલીમાર્થીઓને બેઝિક સેમી-કન્ટક્ટરના ઘટકોનું એસેમ્બલિંગ કરીને તેમનું કૌશલ્ય બતાવવાની તક પૂરી પાડવામાં આવી હતી જેથી તેઓ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં તેમની મૂળભૂત આવડતોથી અવગત થઇ શકે છે. નેવલ કોર મૂલ્યોને જાળવી રાખવા અને યુવા નોવિસને સમુદ્રી યોદ્ધાઓ તરીકે તૈયાર કરવા માટે આ તાલીમ અભ્યાસક્રમમાં કેલિબ્રેટેડ માવજત અને માર્ગદર્શન કવાયતો પણ સામેલ કરવામાં આવી હતી.
કમાન્ડિંગ ઓફિસરે તમામ તાલીમાર્થીઓને તેમની કારકિર્દીમાં આ યાદગાર સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા પાઠવી INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમડોર અજય પટનીએ કોવિડ-19ના તમામ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે અહીં યોજવામાં આવેલી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન, કમાન્ડિંગ ઓફિસરે તમામ તાલીમાર્થીઓને તેમની કારકિર્દીમાં આ યાદગાર સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને તેમના ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં સમકાલીન ટેકનોલોજીકલ વિકાસની સતત સન્મુખ રહેવા માટે સલાહ આપી હતી.
ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક (DEEM) પાવર (P)અને રેડિયો (R) અભ્યાસક્રમના તાલીમાર્થીઓનો પાસિંગ આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શુભમ કુમાર બેહેરા, DEEM (R)ને ‘બેસ્ટ ઓલ રાઉન્ડ સેઇલર’ તરીકે રામનાથ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. યુવરાજ સિંહ, DEEM (P)ને ‘બેસ્ટ નેવલ ટ્રેઇની (પાવર)’ અને બલરામ સિંહ, DEEM (R)ને ‘બેસ્ટ નેવલ ટ્રેઇની (રેડિયો)’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (પાવર)’નો પુરસ્કાર દીપક ચૌહાણ, NVK (P)એ જીત્યો હતો જ્યારે ‘બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (રેડિયો)’નો પુરસ્કાર ઉત્પલ મૈતી, NVK (R)ને એનાયત કરવામાં આવ્યો હતો.
INS વાલસુરા ખાતે વિવિધ અભ્યાસક્રમના તાલીમાર્થીઓનો પાસિંગ આઉટ કાર્યક્રમ યોજાયો ઉલ્લેખનીય છે કે, 8 માર્ચ, 2020ના રોજ પણ ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓની પાસ આઉટ પરેડ યોજાઇ હતી. ભારતીય નૌકાદળના 342 નાવિકો અને ભારતીય કોસ્ટ ગાર્ડના 13 નાવિકો, મોરેશિયસ પોલીસ દળના બે પોલીસ અધિકારી અને શ્રીલંકા તેમજ મ્યાનમારના નૌકાદળના બે–બે નાવિકોએ આ તાલીમ પૂર્ણ કરી હતી. આ કોર્સમાં બેઝિક ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત વિષયોની ખૂબ વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં, હેન્ડ્સ-ઓન તાલીમ પણ આવરી લેવામાં આવી હતી. તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તાલીમના અભ્યાસક્રમમાં નિયમિત શારીરિક અને આઉટડોર પ્રવૃત્તિઓ પણ સમાવી લેવામાં આવી હતી.