- જામનગરમાં કોરોનાની વિકરાળ સ્થિતિ ઉભી થઇ છે
- દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે, તો મોતના આંકડા પણ વધી રહ્યા છે
- મુખ્યપ્રધાન પરિસ્થિતિનો તાગ મેળવી માર્ગદર્શન અને સૂચન આપશે
- જામનગરની તમામ કોવિડ હોસ્પિટલ છે હાઉસફુલ
જામનગરઃ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફુલ છે. અન્ય 7 જેટલી ખાનગી હોસ્પિટલ પણ હાલ હાઉસફુલ છે. જામનગર શહેરમાં રોજ 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. હાલની સ્થિતિને પહોંચી વળવું એ જિલ્લા વહીવટી તંત્ર માટે પણ ચેલેન્જરૂપ છે.
આ પણ વાંચોઃપાટણમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ
અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ જામનગર આવી રહ્યા છે
જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ હોવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રના કોરોના દર્દીઓ જામનગરમાં સારવાર લઇ રહ્યા છે. જેને કારણે જામનગરમાં આવેલી કોરોનાની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઇ છે.
આ પણ વાંચોઃવડોદરામાં પુરની પરિસ્થિતીને લઈ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક
મુખ્યપ્રધાનની બેઠક પહેલા 3 દિવસ માટે જામનગરમાં સ્વૈચ્છિક બંધ
જામનગર શહેરમાં શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસ માટે વિવિધ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જામનગરમાં આવી રહ્યા છે, તેઓ કલેક્ટર કચેરી ખાતે કોરોના અંગેની બેઠક યોજશે. જામનગરમાં ત્રણ દિવસ માટે કરવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.