- સેવા કરી પણ મેવા નહી માર મળ્યો
- જામનગરની સેવાભાવિ સંસ્થાના કાર્યકરને જીજી હોસ્પિટલના ગાર્ડે માર માર્યો
- સંસ્થા કોરોનાથી મૃત્યું પામેલા વ્યક્તિઓના કરે છે અંતિમ સંસ્કાર
જામનગર: જિલ્લાની સરકારી જી.જી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કારની કાર્યવાહી કરતી મોક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થાના એક કાર્યકર ઉપર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે સિક્યોરિટી ગાર્ડના ચારથી પાંચ જવાનોએ હુમલો કર્યો હતો. કાર્યકર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે હવે તંત્રમા ફરીયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : જામનગરમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ
સિક્યોરીટી ગાર્ડની મનમાની
જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના સભ્ય પૈકીનો એક સામાજિક કાર્યકર કિશોરસિંહ જાડેજા શનિવારે હોસ્પિટલમાં પોતાનું વાહન પાર્ક કરી રહ્યો હતો, તે દરમિયાન જી.જી. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેની સાથે મારકૂટ કરવામાં આવી હતી અને બીજા ચાર થી પાંચ જવાનો દ્વારા લાકડીઓ વડે માર મરવામાં આવ્યો હતો. કિશોરસિંહ જાડેજાને ઈજાઓ થતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. મોક્ષ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ વિક્રમસિંહ ઝાલા સમગ્ર મામલે જી.જી. હોસ્પિટલના તંત્રને તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ને રજૂઆત કરી છે, અને યોગ્ય કરવા માંગણી કરી છે.