ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પ્રેમીએ પ્રેમિકાની પથ્થરના ઘા ઝીંકી કરી હત્યા - The boyfriend killed the girlfriend

જામનગર નજીક આવેલી સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવતી કલ્યાણપુર પંથકની વતની એવી યુવતીની પાંચ દિવસ પૂર્વે હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ બાદ આખરે મૃતકના ભાઇના સાળાની મીઠાપુરમાંથી ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

Murder in Jamnagar
Murder in Jamnagar

By

Published : May 20, 2021, 9:35 PM IST

  • તું મારી નહિ તો કોઈની નહિ, પ્રેમીએ પ્રેમિકાને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધી
  • યુવક યુવતી બાઇક પર ફરવા નીકળ્યા, બાદમાં યુવતીએ યુવકને કહ્યું હું સ્વતંત્ર છું મારી રીતે જીવીશ
  • યુવતી એક કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી

જામનગર : પાંચ દિવસ પૂર્વે લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાં નિર્જન સ્થળેથી વીસેક વર્ષની યુવતીનો હત્યા નિપજાવેલો મૃતદેહ સાંપડ્યાની જાણના આધારે PSI કે. આર. સીસોદિયા તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા કલ્યાણપુર તાલુકાના એક ગામની વતની હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા મૃતક યુવતી જામનગર એરપોર્ટ નજીક આવેલી એક કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને બનાવના દિવસે હોસ્પિટલેથી નીકળ્યા બાદ તેણીનો મૃતદેહ સાંપડ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં બેરોજગાર પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી

યુવકે ચાલુ બાઈકે હત્યા કરવાનો ઘડ્યો પ્લાન

હત્યાના બનાવમાં DYSP કૃણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ LCB, SOG સહિતની જુદી- જુદી ટીમો બનાવી તપાસમાં આધુનિક ટેકનોલોજીથી યુવતીના સંપર્કો અંગે ઝીણવટભરી તપાસમાં મૃતકના ભાઇનો સાળાની સંડોવણી બહાર આવી હતી અને નાગેશ છેલ્લા દોઢ વર્ષથી સીમાને પ્રેમ કરતો હોવાનું અને લગ્ન કરવા માગતો હોવાનું જણાવ્યું હતું, પરંતુ સીમા પોતાના મોબાઇલમાં અન્ય એક યુવક સાથે વાતચીત કરતી હોવાનું તેને પસંદ નહોતું. બનાવના દિવસે નાગેશ મીઠાપુરથી જામનગર તેને મળવા આવ્યો હતો. યુવતી તેની સાથે બાઇકમાં બેસીને ખંભાળિયા ગઇ હતી. ત્યાં તેણાએએ એવું પણ કહ્યું હતું કે, હું મારી રીતે સ્વતંત્ર છું અને અન્ય કોઇપણ સાથે પણ મારૂં જીવન ગુજારી શકું છું. તેવું કહેતા નાગેશ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીને બાઇકમાં બેસાડી ઝાખર ગામ પાસે લઇ ગયો હતો. જ્યાં તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી. જે બાદ પથ્થર લઇ તેના માથા પર પટકીને કાસળ કાઢી નાખ્યું હતુ, ત્યાર પછી સીમાનો મોબાઇલ ફોન લઇને તે મીઠાપુર તરફ નાસી ગયો હતો.

આ પણ વાંચો : સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા

ઝાખર પાસે ઝાડીઓમાં યુવતીને મોતને ઘાટ ઉતારી

પોલીસે વણઉકેલાયા હત્યાના બનાવમાં મીઠાપુરમાંથી નાગેશની અટકાયત કરીને આકરી પૂછપરછ હાથ ધરતા નાગેશ પોપટ બની ગયો હતો અને સમગ્ર ઘટનાક્રમ પોલીસ સમક્ષ જણાવ્યો હતો. જેથી પોલીસે યુવતીની હત્યામાં પ્રેમી નાગેશની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details