- જામનગરમાં ફરી કોવિડ હોસ્પિટલમાં પાસે એમ્બ્યુલન્સની લાગી લાંબી લાઈનો
- અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે
- કોવિડ હોસ્પિટલની પાસે 70થી 80 જેટલી એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળ્યો
જામનગર: જિલ્લા કલેક્ટર એસ. રવીશંકરે 6 વાગ્યે whatsappના વીડિયો ગ્રુપમાં એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં એ સંદેશ હતો કે, જામનગરની કોવિડ હોસ્પિટલમાં અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ તથા મોરબી જિલ્લાના કોરોનાના દર્દીઓ દર ત્રણથી પાંચ મિનિટે એક એમ્બ્યુલન્સ જામનગરમાં આવી રહી છે. જેના કારણે કોવિડ હોસ્પિટલની પાસે 70થી 80 જેટલી એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળી રહ્યો છે.
જામનગર કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી આ પણ વાંચો :જામનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો,1911 બેડ હાઉસફુલ
કોરોનાના દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ આપાઇ સારવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ હોવાને કારણે બીજા દર્દીઓને બેડની વ્યવસ્થા મળવી મુશ્કેલ બની છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે કે અન્ય જિલ્લામાંથી કોરોનાના દર્દીઓ જામનગર આવી રહ્યા છે. તેમને ચાર દિવસ માટે હોસ્પિટલમાં જગ્યા મળે તેવી સ્થિતિ નથી. જામનગરમાં પણ દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. સોમવારે કોરોના પોઝિટિવનો આંકડો 400ની નજીક પહોંચ્યો છે. તો અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ જામનગરમાં સારવાર અર્થે આવી રહ્યા છે.
આ પણ વાંચો :અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં બેડનો અભાવ, એમ્બયુલન્સમાં દર્દીઓને અપાઈ રહ્યો છે ઑક્સિજન
અન્ય જિલ્લામાથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે
જામનગરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ મળી કુલ અઢીથી ત્રણ હજાર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જોકે હજુ પણ અન્ય જિલ્લાના દર્દીઓનો ધસારો ભારે જોવા મળી રહ્યો છે. તેના કારણે કોવિડ હોસ્પિટલની પાસે એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે.