જામનગર- કોઈ પરિવારના એકાદ વ્યક્તિ ગુમ થાય Missing Persons in Gujarat અને તે ફરી મળી આવે તેવું કેટલીય વખત સામે આવે છે, પણ જામનગર શહેરમાં વસવાટ કરતો એક આખો પરિવાર ગુમ (A Family Missing In Jamnagar)થયાની જાહેરાત સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં થઇ હતી. પોલીસ આ પરિવારના પાંચેય સભ્યો ક્યા સંજોગોમાં ગુમ થયાં, ક્યા ગયાં સહિતની બાબતોને કેન્દ્રમાં રાખી અને પરિવારના સભ્યોની શોધખોળ (Jamnagar Police Search Operation)આદરી છે.
આ પરિવાર ગુમ- જામનગર સિટી સી ડીવીઝન પોલીસ મથકના ગુમ રજીસ્ટર નંબર-21/2022 તા.13/2/2022 માં જણાવાયા મુજબ ગુમ થનાર અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત ઉ.વ.-52 ધંધો-હોટેલ, તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-45 ઉ.વ.-45 દીકરી કીરણબેન અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-26, રણજીત અરવિંદભાઇ નિમાવત ઉ.વ.24 અને કરણ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-22 રહે ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી ન 5 મોબાઇલ પાનવાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમાં જે ગત તા.11/03/2022ના કોઇ પણ સમયે પોતાના ઘરેથી નીકળી (Nimawat family missing)ગયેલા છે. તેઓ હજુ સુધી મળી આવ્યા ન હોઇ (A Family Missing In Jamnagar)મળી આવે તો સિટી સી ડીવીઝન જામનગર અથવા પોલીસ કંટ્રોલ રૂમ જામનગરનો સંપર્ક કરવા અનુરોધ (Jamnagar Police Search Operation)કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ કરી આત્મહત્યા