જામનગરઃ ગોકુલનગરના ઉદ્યોગનગરમાં પ્લોટ નંબર 20ના એક કારખાનામાં ડુપ્લિકેટ અગરબત્તી બનતી હતી. જેની ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીને જાણ થતાં આ કંપનીએ રેડ પાડી હતી. આ રેડ દરમિયાન અંદાજે 10 લાખ રૂપિયાની ડુપ્લિકેટ અગરબત્તી ઝડપાય છે. જેથી કંપનીએ અરગબત્તી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર: ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું - એક્સક્લુઝિવ સ્ટોરી
ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ જામનગરના ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આ કામગીરી દરમિયાન ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ સ્થાનિક પોલીસની મદદ લીધી હતી.
![જામનગર: ગોકુલનગરમાંથી ડુપ્લિકેટ અગરબત્તી બનાવવાનું કારખાનું ઝડપાયું ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9051015-thumbnail-3x2-m.jpg)
ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસ કંપનીએ રેડ પાડવા સમયે સ્થાનિક પોલીસને સાથે રાખી હતી. આ રેડ દરમિયાન 10 લાખની અગરબત્તી જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કારખાનું 2 વર્ષની કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયાની અગરબત્તી ગ્રાહકોને પધરાવી ચુક્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઓલવેઝ ડિટેક્ટિવ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એક ખાનગી ઇન્વેસ્ટિગેશન સંસ્થા છે. જે સમગ્ર દેશમાં ફરજ બજાવે છે. આ કંપનીની મુખ્ય કામગીરી ટ્રેડ માર્ક, કોપી રાઈટ અને પેટેન્ટ ડિઝાઇનના નકલ કરનારની વિરુદ્ધ તપાસ કરવાની હોય છે. આ કંપનીની મુખ્ય એફિસ પશ્ચિમ બંગાળમાં આવેલી છે.