ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં હેડક્વાર્ટર ખાતે સાયબર સેલ પોલીસ સ્ટેશન થયું શરૂ

રાજ્યમાં વધતા સાઇબર ક્રાઇમના વધતા ગુનાઓને અટકાવવા માટે રાજ્ય સરકારે 10 જિલ્લામાં સાઇબર પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે. કુલ 16 પોલીસકર્મીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જેમાં એક પીઆઇ, બે પીએસઆઇ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

જામનગરમાં હેડક્વાર્ટર ખાતે સાયબર સેલ પોલીસ સ્ટેશન થયું શરૂ
જામનગરમાં હેડક્વાર્ટર ખાતે સાયબર સેલ પોલીસ સ્ટેશન થયું શરૂ

By

Published : Jun 4, 2021, 5:13 PM IST

  • જામનગર-દ્વારકા જિલ્લાના સાઇબર ગુનાઓ ઉકેલાશે
  • હેડક્વાર્ટર ખાતે સાઇબર સેલ પોલીસ સ્ટેશન શરુ થયું
  • દિનપ્રતિદિન વધતા સાયબર ક્રાઈમ કેસ પર સાઈબર સેલ રાખશે નજર

    જામનગર- સોશિયલ મીડિયા પર દિન-પ્રતિદિન છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુલ 10 જિલ્લામાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આજથી સાયબર સેલ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે.
    સાયબર સેલ પોલીસ સ્ટેશન શરુ થતાં તે પ્રકારના ગુનાઓમાં નકેલ કસાશે


    આ પણ વાંચોઃ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હોસ્પિટલમાં સફાઈ કર્મી મહિલાઓને માર મારવાના મામલે SPને આપ્યુ આવેદન

ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,વોટ્સએપના માધ્યમથી કરવામાં આવી રહી છે છેતરપિંડી

સોશિયલ મીડિયામાં અનેક લોભામણી લાલચના કારણે લોકો ઠગાઈનો ભોગ બનતા હોય છે. જેટલું સોશિયલ મીડિયાનું સારું પાસું રહેલું છે તેટલું નરસું પાસું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે જામનગર સાયબર સેલ પોલીસ સ્ટેશન શરુ થતાં તે પ્રકારના ગુનાઓમાં નકેલ કસાશે.

આ પણ વાંચોઃ 21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થવાના હતા લગ્ન, જાણો પછી શું થયું...

ABOUT THE AUTHOR

...view details