- જામનગર મહાદેવના મંદિરમાં દર્શન માટે લાગી લાંબી કતારોે
- કોવિડ ગાઈડલાઇનનું કરવામાં આવી રહ્યું છે પાલન
- મહાદેવના ભક્તો ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી રહ્યા છે
જામનગર: આજે 11 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ છે. ત્યારે, જામનગર શહેરમાં વિવિધ મહાદેવના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. જામનગરને છોટીકાશી કહેવામાં આવે છે. કારણ કે, અહીં મોટી સંખ્યામાં મહાદેવના મંદિર છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે મહાદેવના મંદિરમાં દર્શનાર્થે જતા મહાદેવ ભક્તોને કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડી રહ્યું છે.
જામનગરના છોટીકાશી મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડમાં મહાદેવ હરનો નાદ ગુંજ્યો આ પણ વાંચો:વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને મહાશિવરાત્રી શુભકામનાઓ પાઠવી
હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠયું છોટીકાશી
જામનગર મધ્યે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર ગણાય છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ચારે દિશાએથી મહાદેવના દર્શન કરી શકાય તેવું સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર છે. આ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, દર્શનાર્થે જતા મહાદેવના ભક્તોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આમ, મંદિર પ્રશાસન દ્વારા નિયમો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યા છે.
જામનગરના છોટીકાશી મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડમાં મહાદેવ હરનો નાદ ગુંજ્યો આ પણ વાંચો:ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ, જેમની દ્રષ્ટિ માત્રથી તમામ તકલીફો થશે દૂર
હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના
જોકે દર વર્ષની જેમ આ વર્ષે, મહાદેવના ભક્તોને મોટી સંખ્યામાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કારણ કે, કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મહાદેવના ભક્તો વહેલી સવારથી જ ભોળીયા દેવની પૂજા અર્ચના કરવા માટે વિવિધ મંદિરોમાં જઈ રહ્યા છે અને ભક્તિભાવપૂર્વક મહાદેવની પૂજા-અર્ચના કરી રહ્યા છે.