ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પરિણીત શખ્સે એક યુવતીને મિત્રતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરીયાદ - City C Division

જામનગરમાં એક યુવતી પર દુષ્કર્મ થયુ હોવાની ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં રહેતી તરૂણી સાથે યુવકે મીત્રતા કરી દુષ્કર્મ ગુર્જાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે શખ્સની ધરપકડ કરી છે.

જામનગરમાં પરિણીત શખ્સે એક યુવતીને મિત્રતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરીયાદ
જામનગરમાં પરિણીત શખ્સે એક યુવતીને મિત્રતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરીયાદ

By

Published : Jul 9, 2021, 5:27 PM IST

  • પરિણીત શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુર્જાયું
  • તરૂણી સાથે મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ
  • પોલીસે આરોપીની કરી ધરપકડ

જામનગરઃ શહેરના એક વિસ્તારમાં રહેતી તરૃણીને પરિણીત શખ્સે મિત્રતાની જાળમાં ફસાવી એક-બે મહિનાના સમયગાળામાં અવારનવાર બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે યુવક સામે ગુનો નોંધી આગળની કામગીરી આરંભી

જામનગરના એક વિસ્તારમાં રહેતાં પરિવારની 16 વર્ષની પુત્રી એક ઓફિસમાં નોકરી કરે છે. આ તરૂણીને ઈન્દિરા માર્ગ પર રહેતાં જહાંગીર યુસુફ ખફી નામના શખ્સે ફસાવી હતી. પોતે અગાઉથી જ પરિણીત હોવા છતાં આ શખ્સે તે યુવતીને મિત્રતાની જાળમાં લીધા પછી ગયા માર્ચ તથા એપ્રિલ મહિનામાં એક સ્થળે બોલાવી એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પણ વાંચોઃ જામનગરમાં 16 વર્ષની કિશોરી પર ત્રણ વખત આચર્યુ દુષ્કર્મ

પોલીસે IPC તેમજ પોક્સો એકટ હેઠળ નોંધી ફરિયાદ

આ શખ્સે તેણીને ચૂપ રહેવા માટે ધમકી પણ આપી હતી. તે પછી સગીરાએ પોતાના પરિવારને તેની જાણ કરી હતી, જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ઉપરોક્ત ફરિયાદ IPC તેમજ પોક્સો એકટ હેઠળ નોંધી સિટી સી ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ કે. એલ. ગાધેએ તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાંં ઉપરોકત આરોપી ઝડપાઈ ગયો છે. કોવિડ ટેસ્ટ કરાવ્યાં પછી પોલીસે તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Rape case in Jamnagar : યુવતીનું અપહરણ-દુષ્કર્મ કરનારા પાંખડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details