- શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
- કૃષિ પ્રધાન આર.સી.ફળદુ દ્વારા તેજસ્વી બાળકો અને વિદ્યા દાતાઓને સન્માનિત કરાયા
- 11 શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા
જામનગર: 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિન આપણા રાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન પર ઉજવવામાં આવતો આજનો દિવસ સર્વે શિક્ષકોને ગર્વ આપે છે. તો સાથે બાળકોને આપણી ભારતીય પરંપરા સાથે જોડી ગુરુના આશીર્વાદ લઇ ગુરુસમાન બની અને આજનો દિવસ ઉજવવાની તક પણ આપે છે. જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકો તરીકે જે શિક્ષકોએ પોતાનું યોગદાન આપ્યું છે, તેઓને સન્માનિત કરવા માટે રવિવારે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો.
શિક્ષક દિન નિમિત્તે જિલ્લા- તાલુકા કક્ષાના 11 શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો કૃષિ પ્રધાન આર.સી.ફળદુ હસ્તે શિક્ષકોનું સન્માન
આ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુના હસ્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો સ્વાતિ છત્રોલા, રસુલ એરંડીયા, રાજેશ બારોટ અને પંકજ પરમાર તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો પ્રીતી જગડ, યોગેશકુમાર ભેંસદડીયા, રાકેશકુમાર ફેફર, સંજય વડિયાતર, મિનલ વાંકાણી, જાગૃતિ ગોહિલ અને સોનલ ખેબરનું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યં હતું. તેમજ જે બાળકોએ પોતાના અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા છે તેવા તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર અને ચંદ્રક અર્પીને સન્માનિત કરાયા હતા.
કૃષિ પ્રધાન આર.સી.ફળદુ દ્વારા તેજસ્વી બાળકો અને વિદ્યા દાતાઓને સન્માનિત કરાયા શિક્ષકોનું સન્માન થતા બાળકો સર્વાંગી વિકાસ
શિક્ષક દિનને સંસ્કાર સિંચન કરનારા, જ્ઞાન પીરસનારા અને જીવન ઘડતર કરનારા શિક્ષક શ્રેષ્ઠીઓના સન્માનના પર્વ તરીકે નવાજતા આર.સી.ફળદુએ કહ્યું હતું કે, નવી પેઢીના નિર્માણ અને વિશ્વ જે ભાષામાં સમજી શકે છે તે પ્રકારે તેની સાથે વાત કરતી વિચક્ષણ, ચતુર અને સામર્થ્યવાન પેઢીનું નિર્માણ શિક્ષકો જ કરી શકે છે. કેળવણી યુક્ત, ભેદભાવ વિનાના અને મલિનતા વિનાના સમાજનું નિર્માણ માત્ર શિક્ષક કરી શકે છે. આ સાથે જ શિક્ષકો અડગ મન, દ્રઢ નિશ્ચય અને સતત ધ્યેય પ્રાપ્તિને લક્ષમાં રાખી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપતા રહે તેવી અભ્યર્થના દર્શાવી હતી.
શિક્ષક દિન નિમિત્તે જિલ્લા- તાલુકા કક્ષાના 11 શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો