ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ, 7 ખાનગી હોસ્પિટલો ખુલ્લી મૂકાઈ - jamnagar corona hospital

જામનગરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુગોવિદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ પણ હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે મહાનગરપાલીકાએ 7 ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ શકે તે માટે ખુલ્લી મૂકી છે. જો કે, જે ખાનગી હોસ્પિટલોને શરૂ કરાઇ છે તે ગત લોકડાઉનમાં પણ કાર્યરત હતી.

જામનગર
જામનગર

By

Published : Apr 11, 2021, 1:23 PM IST

  • અંદાજે 500 દર્દીઓ જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ
  • ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં 1,237 બેડની વ્યવસ્થા છે
  • સાત ખાનગી હોસ્પિટલમાં સાડા ત્રણસો બેડની વ્યવસ્થા

જામનગર:શહેરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ મોટી સંખ્યામાં અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ખાસ કરીને મોરબીમાંથી અંદાજે 500 જેટલા દર્દીઓ જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ થયા છે, તો અન્ય જિલ્લામાં જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દર્દીઓ પણ અહીં સારવાર અર્થે આવી રહ્યા છે. જેના કારણે જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઈ છે.

આ પણ વાંચો:વડોદરામાં કોરોના કહેર: શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો થઈ હાઉસફુલ, તંત્ર એક્શન મોડમાં

સરકારી હોસ્પિટલમાં 1,237 બેડની વ્યવસ્થા

જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં 1,237 બેડની વ્યવસ્થા છે. જો કે, દર્દીઓનો ભારે ધસારો હોવાના કારણે હોસ્પિટલ હાઉસફુલ થઈ છે. કોવિડ હોસ્પિટલમાં પૂરતું ઓક્સિજન પણ દર્દીઓને આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા

જામનગરની સાત ખાનગી હોસ્પિટલોને અપાઈ મંજૂરી

જામનગર મહાનગરપાલીકા દ્વારા જામનગર શહેરમાં આવેલી સાત જેટલી ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. સરકારી હોસ્પિટલ હાઉસફુલ થતા વહીવટી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલના દ્વાર દર્દીઓ માટે ખોલવામાં આવ્યા છે. તમામ સાત ખાનગી હોસ્પિટલમાં સાડા ત્રણસો બેડની વ્યવસ્થા છે.

ABOUT THE AUTHOR

...view details