- જામનગરનાં 64 ઉમેદવારોએ લીધા શપથ
- પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં નિર્વાણ દિને ઉમેદવારોએ લીધા શપથ
- મુખ્યપ્રધાન અને ભાજપ પ્રમુખ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા
જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.આ ઉમેદવારો સાથે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વર્ચુયલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા હતા.જામનગરમાં ભાજપના 64 ઉમેદવારોએ લીધા શપથ, CM અને ભાજપ અધ્યક્ષ વર્ચ્યુઅલી જોડાયા
- તમામ 6 મમહાનગરપાલિકાનાં ઉમેદવારોએ લીધા શપથ
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે ભાજપ દ્વારા મનપાની ચૂંટણીમાં કુલ 64 જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે 60 વર્ષથી વધુની ઉંમરના અને ત્રણ ટર્મ પૂર્ણ કરી ચૂકેલા કોર્પોરેટરોને તક આપવામાં આવી નથી. યુવા ચહેરાઓને ભાજપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યુવા ચહેરાઓ પ્રજાલક્ષી કામ કરે તેમજ લોકોનાં તમામ કામો પૂર્ણ કરે તે માટે ગુજરાત રાજ્ય ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કુલ 6 મહાનગરપાલિકાનાં તમામ ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા છે.
જામનગરમાં ભાજપના 64 ઉમેદવારોએ લીધા શપથ, CM અને ભાજપ અધ્યક્ષ વર્ચ્યુઅલી જોડાયા - jamnagar daily news
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં નિર્વાણ દિને જામનગર સહિત 6 મહાનગરપાલિકાનાં ચૂંટણી ઉમેદવારોને ભાજપનાં અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પ્રજાલક્ષી કામ કરવાની અને લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે શપથ લેવડાવવામાં આવી હતી.
![જામનગરમાં ભાજપના 64 ઉમેદવારોએ લીધા શપથ, CM અને ભાજપ અધ્યક્ષ વર્ચ્યુઅલી જોડાયા જામનગરમાં ભાજપના 64 ઉમેદવારોએ લીધા શપથ, CM અને ભાજપ અધ્યક્ષ વર્ચ્યુઅલી જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10594639-thumbnail-3x2-jmn.jpg)
જામનગરમાં ભાજપના 64 ઉમેદવારોએ લીધા શપથ, CM અને ભાજપ અધ્યક્ષ વર્ચ્યુઅલી જોડાયા