- ઓક્સિજન એક્સપ્રેસની અડધી સદી
- 8 રાજ્યોમાં 5100 ટન ઓક્સિજનનું સપ્લાય કરવામાં આવી
- હાપાથી 37 ટ્રેન અને કાનાલુસથી 14 ટ્રેન મોકલાઈ
જામનગર : કોરોનાકાળમાં જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમગ્ર દેશમાં ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે મોતને ભેટી રહ્યા છે. જોકે વિપત્તિ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હમેશા લોકોની સેવા કરવા માટે આગળ આવે છે. ભૂકંપ વખતે પણ રિલાયન્સ દ્વારા ઉમદા કમગીરી કરવામાં આવી હતી. જિલ્લાના હાપા રેલવે સ્ટેશન પરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ઓક્સિજન સમગ્ર દેશમાં મોકલવામાં આવી રહ્યો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં કોવિડ કેર સેન્ટર પર ઓક્સિજન મોકવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : જામનગર :કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને મહિલા સફાઈકર્મીઓ વચ્ચેની બબાલના CCTV આવ્યા સામે