- સમાજની વાડીમાં કોવિડ સેન્ટર શરૂ થતા જ 21 કોરોના દર્દીઓ દાખલ
- પટેલ સમાજ ખાતે પણ 18થી 45 વર્ષની વય ધરાવતા લોકોને વેક્સિન અપાઈ
- કોવિડ સેન્ટરમાં 12 જેટલા ડોક્ટર અને નર્સ સ્ટાફ વિના મૂલ્યે ફરજ પર
જામનગર: હાલાર પંથકમાં દિન-પ્રતિદિન કોરોનાની કપરી પરિસ્થિતિ સામે આવી રહી છે. ત્યારે, અનેક સમાજની વાડીઓમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજની વાડીમાં પટેલ સમાજ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટર શરૂ થતા જ 21 જેટલા કોરોના દર્દીઓ અહીં સારવાર અર્થે આવી પહોંચ્યા હતા.
જામનગરમાં પટેલ સમાજની વાડીમાં પટેલ સમાજ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું આ પણ વાંચો:દેશમાં વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ વેક્સિનેશનની પ્રક્રિયામાં જામનગર પ્રથમ ક્રમે
પટેલ સમાજની વાડીમાં વેકસીન કાર્યક્રમ શરૂ
સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે, જામનગરમાં કુલ 15 જેટલા સેન્ટર પર વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં, જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજ ખાતે પણ 18થી 45 વર્ષની વય ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં, મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉમટ્યા હતા.
જામનગરમાં પટેલ સમાજની વાડીમાં પટેલ સમાજ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું આ પણ વાંચો:જામનગરમાં વેક્સિન સેન્ટર પર ખૂટી વેક્સિન, સેન્ટર પર લાગ્યા તાળા
પટેલ સમાજ ખાતે શરૂ થયેલા કોવિડ સેન્ટરમાં તમામ સુવિધા સજ્જ
એક બાજુ ઓક્સિજનની કમીના કારણે કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. તો બીજી બાજુ, વિવિધ સમાજ દ્વારા સુવિધા સજ્જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પટેલ સમાજ દ્વારા શરુ કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં 12 જેટલા ડોક્ટર અને નર્સ સ્ટાફ ખડેપગે વિના મૂલ્યે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત, ઓક્સિજનનો પણ પૂરતો જથ્થો અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.