ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં જાહેરમાં વરલી મટકા રમતા 5ની ધરપકડ - દરેડ ગામ

જામનગર તાલુુકાના દરેડ ગામમાંથી વરલી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા પાંચ શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.15,850ની રોકડ રકમ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામનગરમાં જાહેરમાં વરલી મટકા રમતા 5ની ધરપકડ
જામનગરમાં જાહેરમાં વરલી મટકા રમતા 5ની ધરપકડ

By

Published : Dec 28, 2020, 10:00 AM IST

  • જામનગરમાં જાહેરમાં વરલી મટકા રમતા 5 ઝડપાયા
  • પોલીસે મસીતિયા રોડ પર દરોડા પાડી આરોપીઓને ઝડપ્યા
  • પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15,850નો મુદ્દામાલ કબજે કર્યો

જામનગરઃ તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા આરોપીઓને પકડી પાડવા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, મસીતિયા રોડ પર કેટલાક લોકો વરલી મટકા રમી રહ્યા છે. એટલે પોલીસની ટીમે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસે કુલ પાંચ શખસની ધરપકડ કરી છે. જ્યારે આરોપીઓ પાસેથી રૂ. 15350ની રોકડ રકમ અને રૂ. 500ની કિંમતનો એક મોબાઈલ તથા વરલીના આંકડા લખેલી સ્લિપ સહિત રૂ. 15850નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં વધુ લોકોની સંડોવણી ખૂલે તેવી સંભાવના છે.

પોલીસે ઈન્દિરા રોડ પર રહેતા હબીબી બ્લોચને પકડવા તૈયારી શરૂ કરી

પોલીસે પૂછપરછ હાથ ધરતા આ આંકડાઓની કપાત ઈન્દિરા રોડ પર રહેતા હબીબ બ્લોચ પાસે કરાતી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે પોલીસે હબીબની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને આ અંગે પંચ બી પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ આરોપીઓની કરી ધરપકડ

  • રણજિતસિંહ બહાદુરસિંહ જાડેજા
  • અસ્લમ હારૂન મથુપોત્રા
  • જેન્તી અમરા સાગઠિયા
  • કુંભા ઉર્ફે કમલેશ માયા ચાવડા
  • કમા માંડા સિંધવ

ABOUT THE AUTHOR

...view details