- જન્મ કરતાં વધુ નોંધાયો મરણનો આંકડો
- જામનગર મનપામાં નોંધાયાં આ વર્ષના જન્મમરણ આંકડા
- જન્મના 4723 અને મરણના 7149 દાખલા નીકળ્યા
જામનગરઃ જામનગર શહેરમાંથી જાન્યુઆરી 2021થી મે મહિના Certificate of birth and death સુધીમાં મરણના દાખલા 7149 નીકળ્યા છે અને જન્મના 4723 દાખલા નીકળ્યા છે. Jamnagar Municipal Corporation જામનગર મહાનગરપાલિકામાં જન્મમરણ શાખામાં જન્મ મરણના દાખલાઓ લેવા આવતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. કારણ કે નાનકડી ભૂલ હોવાના કારણે બે-ત્રણ કચેરીના ધક્કા ખાવા પડે છે.
કર્મચારીઓ હાથ ઊંચા કરી રહ્યાં છે
ટેકનિકલ ઇસ્યુ પણ અવારનવાર સર્જાય છે અને જેના કારણે જન્મ-મરણ શાખા બહાર લોકોની લાંબી કતારો લાગે છે. એક બાજુ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તો બીજી બાજુ સરકારી કચેરીઓમાં જ લોકોની ભીડ એકઠી થતી જોવા મળે છે.
આ પણ વાંચોઃ Gujrat Corona Update : છેલ્લા 24 કલાકમાં 3,085 પોઝિટિવ કેસ નોંધાયા, 10,007 ડિસ્ચાર્જ અને 36ના મોત
જામનગર મનપા કચેરીમાંથી ચાલુ વર્ષમાં જન્મના 4723 અને મરણના 7149 દાખલા નીકળ્યા - Jamnagar Corporation
હાલ કોરોનાકાળ Corona Pandemic ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જન્મ મરણના દાખલા લોકોને તાત્કાલિક મળી રહે તે માટે ઓનલાઇન નોધણી કરાવી જે તે મનપા કચેરીમાંથી મેળવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જામનગર મનપા કચેરીએ નોંધાયેલાં આંકડાઓમાં જન્મ કરતાં મરણના વધુ દાખલા નીકળ્યાં હોવાનું સામે આવ્યું છે.
વિરોધ પક્ષના નેતાએ કરી જનતા રેડ
જામનગર મહાનગર પાલિકામાં વિરોધ પક્ષના Jamnagar Municipal Corporation Opposition Party નેતા અલ્તાફ ખફીએ જન્મમરણ શાખામાં જનતા રેડ કરી હતી. કારણ કે લોકો ત્રણ ત્રણ વખત કચેરીના ધક્કા ખાય છતાં પણ તેમને મરણના દાખલા મળતા નથી. જન્મમરણ શાખાના અધિકારી એસ ભદ્રા સાથે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ ઉગ્ર ચર્ચા પણ કરી હતી. જામનગર શહેરમાં અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. મૃતકોના સ્વજનો જામનગર મહાનગરપાલિકામાં મરણના દાખલા લેવા માટે આવતાં હોય છે. જોકે જામનગર મહાનગરપાલિકાની જન્મમરણ શાખાના કર્મચારીઓ પણ લોકો સાથે મનફાવે તેવું વર્તન કરતાં હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના પ્રદેશ સેક્રેટરીએ કચ્છમાં કોરોનાથી 9000 લોકોનાં મોત નિપજ્યાનો ચોંકાવનારો દાવો કર્યો