ગુજરાત

gujarat

ETV Bharat / city

ફાનીમાં ફસાયેલા 450 યાત્રાળુઓ પહોંચ્યા જામનગર, રેલવે સ્ટેશન પર સર્જાયા કરૂણ દ્રશ્યો

જામનગરઃ જિલ્લામાંથી ખાનગી ટુર ઓપરેટર દ્વારા 450 જેટલા યાત્રાળુઓને જગન્નાથપુરીની જાત્રાએ ટ્રેન મારફતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ફાની વાવાઝોડામાં ફસાઈ જતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે-સાથે પરિજનો પણ ચિંતામાં મુકાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : May 7, 2019, 5:03 PM IST

ત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર રવિશંકરની સૂઝબૂઝના કારણે તમામ યાત્રાળુઓને પરત જામનગર લવાયા છે. જિલ્લા કલેક્ટર રવિશંકરે ત્યાંના સ્થાનિક કલેક્ટર સાથે સતત કોમ્યુનિકેશન કરી જામનગરના તમામ યાત્રાળુઓ સહી સલામત ઘરે આવે તેવી વ્યવસ્થા કરી હતી.

450 યાત્રાળુઓ આખરે જામનગર પધાર્યા
મેં મહિનામાં જામનગરવાસીઓ પ્રવાસ તેમજ યાત્રાએ જતા હોય છે. જો કે, ઓડિશામાં આવેલા ફાની વાવાઝોડાએ અનેક લોકોનો ભોગ લીધો છે. પૂરી ખાતે જામનગરના 450 યાત્રાળુઓ ફસાયા હતા. તે તમામ યાત્રાળુ માટે ટ્રેનમાં સ્પેશિયલ ડબ્બાની ફાળવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે તમામ યાત્રાળુઓ જામનગર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને તમામ યાત્રાળુઓ પોતાના પરિજનોને મળીને ખુશ થયા હતા સાથે સાથે રેલવે સ્ટેશન પર કરૂણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details