રાજ્યમાં દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત રવિવારે જામનગરમાં ધનવંતરી મેદાન ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધનવંતરી મેદાનમાં વહેલી સવારથી 400 જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે આવી પહોંચ્યા હતા અને અહીં જુદી જુદી રમતોમાં પોતાનું ટેલેન્ટ દેખાડ્યું હતું.
જામનગરના 400 દિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભ ભાગ લીધો રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોને ચા-નાસ્તો તેમજ બપોરનું ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. દિવ્યાંગ બાળકોએ લાંબી કૂદ તેમજ ગોળા ફેક અને વિવિધ દોડમાં ભાગ લઈ પોતાનામાં રહેલા ટેલેન્ટની પ્રસ્તુતી કરી હતી.
જન્મથી ખોડખાપણ વાળા બાળકોમાં પણ કોઈને કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે. અને એ શક્તિઓને તેઓ રમત-ગમતના મેદાન પર બહાર લાવે તેવા ઉદ્દેશ્યથી સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.