ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર, વાંધા અને સૂચનો માગવામાં આવશે - નવી ટીપી સ્કીમ

ટીપી સ્કીમના આયોજનમાં રાજયમાં સૌથી પાછળ રહેલાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ લાંબી કવાયત બાદ 4 નવી ટીપી સ્કીમ તૈયાર કરી લીધી છે. ગત સપ્તાહે ટીપી સ્કીમ નંબર-20નો મુસદ્દો તૈયાર કર્યા બાદ ટીપી સ્કીમ નંબર 11,21 અને 23 ના મુસદ્દા પણ તૈયાર કરી લેવામાં આવ્યાં છે. આ ટીપી સ્કીમમાં આવતી જમીનોના માલિકોની સભા યોજવાનો સિલસિલો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે શુક્રવાર સુધી ચાલશે.

જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર
જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર

By

Published : Mar 5, 2021, 2:18 PM IST

Updated : Mar 5, 2021, 8:34 PM IST

  • જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર
  • ટીપી સ્કીમ નંબર 20 બાદ 11,21 અને 23નો મુસદ્દો પણ તૈયાર
  • ટૂંક સમયમાં માગવામાં આવશે વાંધા-સૂચનો
  • જામનગરમહાનગરપાલિકા દ્વારા નવી ચાર ટીપી સ્કીમ તૈયાર કરી લેવામાં આવી


    જામનગરઃ નવી ટીપી સ્કીમમાં આવતી જમીનોના માલિકોની સભા હાલ જામ્યુકોમાં આયોજિત થઇ રહી છે. આ સભામાં ટીપી સ્કીમના ફાયદા અને સુવિધાઓની જાણકારી જમીન માલિકો અને લાગતાવળગતાંઓને આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટીપી સ્કીમના મુસદા અંગે જાહેર વાંધા-સૂચનો માંગવામાં આવશે. જેની સુનાવણી મ્યુનિસિપલ કમિશનર કરશે. ત્યારબાદ ચારેય ટીપી સ્કીમના મુસદાને આખરી મંજૂરી માટે રાજય સરકારને મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચોઃજામનગરમાં જનરલ બોર્ડની બેઠક મળી, ટીપી સ્કીમ તેમજ ડિમોલેશન સહિતના મુદ્દે ભારે હોબાળો

  • લાંબા સમય બાદ નવી ટીપી સ્કીમના સંજોગો બન્યાં

આ સાથે જ ઘણા લાંબા સમય બાદ જામનગરને કોઇ નવી ટીપી સ્કીમ મળવાના સંજોગો ઉજળા થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીપી સ્કીમના આયોજનની બાબતમાં જામનગર મહાનગર રાજયના તમામ મહાનગરોમાં સૌથી પાછળ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ જેવા મહાનગરોની નવી-નવી ટીપી સ્કીમ ધડાધડ મંજૂર થઇ રહી છે ત્યારે જામનગર હજુ નવી સ્કીમ રજૂ કરવાના તબકકામાં છે.

Last Updated : Mar 5, 2021, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details