ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાકાળમાં જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા 3447 સરીસૃપોને બચાવવામાં આવ્યા

જામનગરની લાખોટા નેચર કલબના સભ્યો દિવસરાત જોયા વિના સરીસૃપોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ તેમણે 3447 સરીસૃપને બચાવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કોરોનાકાળમાં જામનગરમાંથી સૌથી વધુ 3447 સરીસૃપોને બચાવવામાં આવ્યા
કોરોનાકાળમાં જામનગરમાંથી સૌથી વધુ 3447 સરીસૃપોને બચાવવામાં આવ્યા

By

Published : Apr 30, 2021, 3:28 PM IST

જામનગરની લાખોટા નેચર ક્લબનું સેવાકાર્ય

કોરોના સમયગાળામાં 3447 સરીસૃપોને બચાવ્યા

દર રવિવારે અપાય છે માર્ગદર્શન

જામનગર: શહેરમાં ઘણાં વર્ષોથી સરીસૃપોને બચાવવાની કામગીરી કરતી લાખોટા નેચર કલબ દ્વારા કોરોનાકાળના એક વર્ષ દરમ્યાન જામનગરમાંથી સૌથી વધુ 3447 સરીસૃપોને બચાવવામાં આવ્યા છે. લાખોટા નેચર કલબના સભ્યો દિવસ રાત જોયા વિના હર હંમેશા સરીસૃપોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ ભરડો લીધો છે. ત્યારે કોરોનાકાળમાં પણ આ સંસ્થાના કાર્યકરો સરીસૃપો નું રેસ્કયુ કરી કુદરતના ખોળે મુકત કર્યા છે. કોઇપણ સમયે કાર્યકરો કોઇપણ પ્રકારનો ચાર્જ લીધા વિના સરીસૃપોને બચાવવાનું ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે.

વિનામૂલ્યે સરીસૃપોને બચાવવાનું ઉમદા કાર્ય

જામનગરમાં સરીસૃપો બચાવવાની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી કોરોનાકાળના એક વર્ષ એટલે કે ગત 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 દરમ્યાન અંદાજે 4,000 થી વધારે રેસ્કયુ માટેના ફોન આવ્યા હતાં. જેમાંથી અત્યાર સુધીના રેકોર્ડ મુજબ સૌથી વધુ રેકોર્ડ બ્રેક 3,447 સરીસૃપોને જંગલ ખાતાની મદદથી સફળતાપૂર્વક બચાવી કુદરતના ખોળે મુક્ત કર્યા છે. આ 3,447 સરીસૃપોમાં 1,955 બિનઝેરી સર્પ, 1,450 ઝેરી સર્પ તથા 42 ચંદન ઘો લાખોટા નેચર કલબના 42 સર્પમિત્રો તથા જંગલ ખાતાના સ્ટાફ દ્વારા લોકડાઉન અને કોરોના કાળ જેવા ખુબજ કપરા સમયમાં પણ કોરોના જેવી મહા બિમારીની વચ્ચે કોરોના વોરિયર્સ બની દિવસ-રાત જોયા વગર કોઈપણ સમયે ખુબજ ગરમી હોય કે વરસતો વરસાદ હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પોતાના જીવના જોખમે તેમજ પોતાના સ્વખર્ચે લોકોના ઘર, દૂકાન, ઓફીસ, ઉધોગ, ગોડાઉન જેવા અનેક રહેઠાણો સુધી તરત પહોચીને બચાવ કર્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી લાખોટા નેચર કલબ દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી

સંસ્થા દ્વારા સરીસૃપોને બચાવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી. પરતુ સંપૂર્ણ પણે ફ્રી સેવા જ આપવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા દર રવિવારે બે કલાક સરીસૃપો અગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસપાસ જોવા મળે તો ગભરાશો નહિં કે તેને મારશો નહીં પરંતુ તેને બચાવવા માટે લાખોટા નેચર ક્લબનો સંપર્ક કરવો.

ABOUT THE AUTHOR

...view details