ગુજરાત

gujarat

ETV Bharat / city

ભૂમાફિયા જયેશ પટેલ સહિત ત્રણને સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા ફરમાન - Court

જામનગર શહેરમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ત્રણ આરોપીઓ ઘણાં સમયથી નાસતા ફરતા હતાં આ ત્રણેય આરોપીઓને 12 જુલાઈથી 30 દિવસ સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો રાજકોટની સ્પેશિયલ અદાલતે આદેશ કર્યો છે.

ભૂમાફિયા જયેશ પટેલ સહિત ત્રણને સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા ફરમાન
ભૂમાફિયા જયેશ પટેલ સહિત ત્રણને સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા ફરમાન

By

Published : Jul 19, 2021, 6:11 PM IST

  • ભૂમાફિયા જયેશને કોર્ટનું તેડું….પણ થશે હાજર?
  • આરોપીઓ છેલ્લા ઘણા સમયથી છે ફરાર
  • અગાઉ પણ અદાલતમાં હાજર થવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું

જામનગર: ગુજસીટોક હેઠળ 2020માં નોંધાયેલા પ્રથમ ગુનામાં આશરે એક ડઝનથી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે જામનગરના પોલીસવડા દિપન ભદ્રનની ખાસ નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદથી આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.

આ ગુનામાં જયેશ પટેલ વિરુદ્ધ અસંખ્ય ગુણ નોંધાયેલા છે

આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર જયસુખ ઉર્ફે જયેશ મુળજી રાણપરિયા અને રમેશ વલ્લભ અભંગી તથા સુનિલ ગોકલદાસ ચાંગાણી નામના ત્રણ શખ્સો ગુનો નોંધાયો ત્યારથી નાસતા ફરે છે અને આ ગુનામાં જયેશ પટેલ વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને અગાઉ પણ અદાલતમાં હાજર થવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું.

ગુજસીટોકના ગુનામાં કુલ 14 આરોપીઓની છે સંડોવણી

આ દરમિયાન રાજકોટની સ્પેશિય અદાલતે 12જુલાઈના રોજ ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા જયસુખ ઉર્ફે જયેશ મુળજી રાણપરિયા અને રમેશ વલ્લભ અભંગી તથા સુનિલ ગોકલદાસ ચાંગાણી નામના ત્રણ આરોપીઓને ફરારી જાહેર કર્યા છે અને 12 જુલાઈથી 30 દિવસ સુધીમાં રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details