ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 20 બોગસ ડોકટર ઝડપાયા - JAMNAGAR NEWS

જામનગરમાં અવારનવાર બોગસ ડૉક્ટર ઝડપવાની ઘટનાઓ સામે આવે છે. મોટા ભાગના બોગસ ડૉક્ટર ડિગ્રી વિના ડૉક્ટરનો ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જામનગર આજુબાજુમાં મહાકાય રિફાઇનરી આવેલી હોવાના કારણે અહીં પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટરો પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરતા અને તે વિસ્તારમાં જ પોતાના દવાખાના ખોલી અને ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

જામનગર જિલ્લામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 20 બોગસ ડોકટર ઝડપાયા
જામનગર જિલ્લામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 20 બોગસ ડોકટર ઝડપાયા

By

Published : Jun 8, 2021, 2:08 PM IST

  • જામનગર જિલ્લામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 20 બોગસ ડૉકટર ઝડપ્યા
  • સ્લમ વિસ્તારમાં ચલાવતા હતા ધંધો
  • જામનગર પથકમાં બોગસ ડૉકટરનો રાફડો ફાટ્યો

જામનગર: અવારનવાર બોગસ ડૉક્ટર ઝડપવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે મોટા ભાગના ડૉક્ટર્સ સ્લમ વિસ્તારમાં દવાખાના ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. મોટા ભાગના ભોગસ ડૉકટર ગ્રામ્ય વિસ્તારોમાં અભણ લોકોને દવા આપી ગુમરાહ કરતા હોવાનું બહાર આવ્યું છે. 20 બોગસ ડૉક્ટરમાં મોટા ભાગના ડૉકટર ધોરણ 10થી 12 સુધી ભણેલા છે અને ડૉકટરી કરી મજુર વર્ગના લોકો પાસેથી પેસા પડાવતા હોવાનું બહાર આવ્યું છે.

મોટા ભાગના ડૉક્ટર સ્લમ વિસ્તારમાં કરતા હતા ડૉકટરી

ડૉક્ટરની દવા લીધા બાદ એક પણ દર્દીનું મૃત્યુ નીપજ્યું હોય તેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી. મોટા ભાગના બોગસ ડૉક્ટર ડિગ્રી વિના ડૉક્ટરનો ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જામનગર આજુબાજુમાં મહાકાય રિફાઇનરી આવેલી હોવાના કારણે અહીં પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટરો પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરતા અને તે વિસ્તારમાં જ પોતાના દવાખાના ખોલી અને ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જોકે, રાજકીય આગેવાનોને આ ડૉક્ટરો વિશે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે અને સામાજિક કાર્યો દ્વારા આરોગ્ય ખાતાને તેમ જ પોલીસ વિભાગમાં જાણ કરવામાં આવી હોવાથી 20 જેટલા ડૉક્ટરો છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયા છે.

આ પણ વાંચો:અરવલ્લીમાં બે બોગસ ડૉકટર ઝડપાયા

લાલપુરમાંથી તાલુકામાંથી બે બોગસ ડૉકટર ઝડપાયા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુશ ગામેથી પોલીસની SOGની ટૂકડીએ બોગસ ડૉકટરને ઝડપી લીધા છે. ડૉક્ટરની ડિગ્રી ના હોવા છતા આ ઘોડા ડૉકટર દરદીઓની સારવાર કરી તેના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતો હોવાનું બહાર આવ્યું છે.

આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુશ ગામે રણજીતસિંહ ચૌહાણના મકાનમાં તુષાર કાંતિ ગોપાલ ચંદ્ર અધિકારી નામનો શખ્સ મેડીકલ ડૉકટરને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતા ડૉકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ-અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરી તેના કબજામાંથી સ્ટેથો સ્કોપ મશીન, 6 નંગ ગ્લુકોશના બાટલા,બાટલા ચડાવવાની આઈવી સેટ 15 નંગ, ઈન્જેકસન, જુદી-જુદી કંપનીઓની દવાઓ મળી કુલ રૂપિયા 2,511નો મુદામાલ કબજે કરેલો છે અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલી છે.

આ પણ વાંચો:ડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા, પોલીસે બન્ને બોગસ ડૉકટર વિરુદ્ધ કાયદેસરની કરી કાર્યવાહી

ડૉક્ટરીના સાધનો સાથે ઝડપાયા બોગસ મુન્નાભાઈ MBBS

અન્ય એક બનાવમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુશ ગામે લાલાભાઈના મકાનમાં સુફલ સુનીલભાઈ મંડલ નામનો શખ્સ મેડીકલ ડૉક્ટરને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતાં ડૉકટર તરીકેની ખોટી ઓળખ આપીને દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ-અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરીને તેના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ મશીન, 14 નંગ ગ્લુકોશના બાટલા, બાટલા ચડાવવાની IV સેટ 15 નંગ, 54 નંગ ઈન્જેકસન, જુદી-જુદી કંપનીઓની દવાઓ મળી કુલ રૂપિયા 2,078નો મુદામાલ કબજે કરેલો છે અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નીનામા તથા પોલીસ સબ ઈન્સ.આર.વી.વીછી તથા વી.કે.ગઢવી નીસુચના થી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details