ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 2020માં ગુજરાતની 2.78 લાખ મહિલાઓને લાભ મળ્યા - Pradhan Mantri Matru Vandana Yojana in 2020

વર્ષ 2020માં ગુજરાતમાં 2,78,232 મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આ માહિતી ગુરૂવારના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉપલબ્ધ કરાવી હતી.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 2020માં ગુજરાતની 2.78 લાખ મહિલાઓને લાભ મળ્યા
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 2020માં ગુજરાતની 2.78 લાખ મહિલાઓને લાભ મળ્યા

By

Published : Mar 26, 2021, 3:37 PM IST

  • રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયો હતો પ્રશ્ન
  • ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના લાભાર્થીઓની વિગતો માગી હતી
  • સરકાર દ્વારા મેટર્નિટી બેનિફિટ એક્ટ, 1961માં કરાયો છે સુધારો

જામનગર: ગુજરાતમાં વર્ષ 2020માં 2,78,232 મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.

રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછ્યો હતો પ્રશ્ન

પ્રધાનના નિવેદન અનુસાર, સરકાર દ્વારા PMMVY બે હેતુસર અમલ કરવામાં આવે છે, રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહન અને સગર્ભા મહિલાઓ અને માતાઓમાં આરોગ્ય અંગેની સભાનતા વધે તે માટે રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિમલ નથવાણી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના(PMMVY) હેઠળ કુલ કેટલી મહિલાઓને વર્ષ 2020માં લાભાર્થી તરીકે આવરી લેવાઈ છે અને વર્કિંગ વુમનના કલ્યાણ માટે સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવી રહ્યા છે? તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

વર્કિંગ વુમનના કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ

પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, સરકારે મેટર્નિટી બેનિફિટ એક્ટ, 1961માં સુધારો કર્યો છે. મુખ્ય સુધારાઓમાં મેટર્નિટી લીવની સંખ્યા 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરવામાં આવી છે. કમિશનિંગ/એડોપ્ટીંગ માતાઓ માટે 12 સપ્તાહની મેટર્નિટી લીવ, 50 કે તેનાં કરતાં વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં ફરજિયાત શિશુગૃહની જોગવાઈ, જેમાં મહિલાને દિવસમાં 4 વખત શિશુગૃહની મુલાકાતની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details