- 'હર ઘર દસ્તક' ઝુંબેશ અંતર્ગત 17,102 લોકોને અપાઇ વેક્સિન
- જિલ્લામાં ગામડાઓ ખૂંદી ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો
- 16,179 જેટલાં લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો
- 923 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
જામનગર: કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ(Department of Health and Family Welfare) દ્વારા કોરોના વાયરસ(Corona virus)ને અટકાવવા અને તમામ લોકોને વેક્સિનથી સજ્જ કરવા 'હર ઘર દસ્તક' ઝુંબેશ('Har Ghar Dastak' campaign) શરૂ કરાઇ છે. જે ઝુંબેશને પગલે સમગ્ર જામનગર જિલ્લા વહીવટી તંત્ર, નોડલ ઓફિસરો અને જિલ્લાની સમગ્ર આરોગ્ય ટીમની કાબીલેદાદ કામગીરીથી જામનગર જિલ્લામાં ગામડાઓ ખૂંદી ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો.
17,102 લોકોને અપાઇ વેક્સિન