જામનગરઃ જામનગર સહિત દેશભરમાં છ મહિના બાદ પરીક્ષા યોજવામાં આવી છે. જે પ્રકારે કોરોનાની મહામારીના કારણે અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.જામનગરમાં આજે સવારે 9 વાગ્યાથી JEE પ્રીલીમ્સની પરીક્ષા શરૂ કરવામાં આવી છે.કુલ 1200 વિદ્યાર્થીઓ 6 દિવસ સુધી JEEની ત્રણ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યાં છે. જામનગરમાં મહિલા કોલેજ, SVET કોલેજ અને હરિયા કોલેજમાં JEEની પરીક્ષા લેવામાં આવી રહી છે.
જામનગરઃ 3 કેન્દ્રો પર 1200 વિદ્યાર્થીઓએ આપી JEE પરીક્ષા, કોવિડ ગાઈડલાઇન મુજબ લેવાઈ - કોવિડ19
કોરોના વૈશ્વિક મહામારીએ સમગ્રપણે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થંભાવી દેવાની ફરજ પાડી હતી. તેમાં વિદ્યાર્થીવર્ગને ઘણી મોટી અસર પહોંચી છે. આખા શૈક્ષણિક વર્ષની સાઇકલને તોડી નાંખવી પડે તે હદે મોટાસ્તરની પરીક્ષાઓ મુલતવી રહી હતી. હવે અનલોકના સમયગાળામાં ઇજનેરી કોર્સીસમાં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા જેઇઇની પરીક્ષાઓ છેવટે લેવાઈ રહી છે. જામનગરની વાત કરીએ તો જામનગરના 3 પરીક્ષા કેન્દ્રો પર કોવિડ ગાઈડલાઇન્સના પાલન સાથે કુલ 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યાં છે.
જામનગરમાં 3 કેન્દ્રો પર 1200 વિદ્યાર્થીઓએ આપી JEE પરીક્ષા
જામનગરમાં 6 મહિના બાદ પરીક્ષા યોજાતાં વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યાં હતાં અને શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યાં છે.