જામનગરઃ જિલ્લામાં કુલ 34 પોઝિટિવ કેસ સામે આવેલ છે, જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતા. અન્ય 32 દર્દીઓ જેમાં ખંભાળિયાના 1 દર્દી એમ કુલ ૩૩ દર્દીઓ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ આઈસોલેશન વોર્ડમાં દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં સોમવારના જામજોધપુરના 4 દર્દી, જામનગર શહેરના 4 અને 1 બાળકી અને 2 ચેલાના અને 1 જોડિયાના દર્દી એમ કુલ 12 દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીનો જંગ જીત્યો છે.
જામનગરમાં વધુ 12 દર્દીઓએ કોરોનાને આપી માત, કોરોના મુક્ત થનારા દર્દીમાં 7 વર્ષની બાળકીનો સમાવેશ
જામનગર જિલ્લા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાંથી વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત થનાર દર્દીઓમાં 7 વર્ષની બાળકી અને 11 પુખ્ત વયના દર્દીઓનો સમાવેશ થાય છે.
જામનગરમાં વધુ 12 દર્દીઓએ કોરોનાને આપી માત
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કુલ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જેમા 21 પુખ્તવયના અને 2 બાળકોનો સમાવેશ છે. હાલ જી.જી.હોસ્પિટલ ખાતે એક પણ મહિલા કે, બાળ દર્દી આઇસોલેશન વોર્ડમાં નથી તમામએ કોરોના સામે જિંદગીની જીતનું ઉદાહરણ આપ્યું છે. હાલમાં આઇસોલેશન વોર્ડમાં 10 પુરુષ દર્દીઓ દાખલ છે.