ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં 105 વર્ષના વૃદ્ધે કોવિડ હરાવવા લીધી રસી

એક તરફ રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે બીજી તરફ પૂર જોશમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે ત્યારે જામનગરમાં 105 વર્ષના વૃદ્ધે કોરોનાને લડત આપવા માટે રસી લીધી. આ રસીકરણ વખતે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

જામનગરમાં 105 વર્ષના વૃદ્ધએ કોવિડ હરાવવા લીધી વેક્સિન
જામનગરમાં 105 વર્ષના વૃદ્ધએ કોવિડ હરાવવા લીધી વેક્સિન

By

Published : Apr 7, 2021, 6:21 PM IST

Updated : Apr 7, 2021, 8:07 PM IST

  • રાજ્યમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન
  • જામનગરમાં 105 વર્ષના વૃદ્ધએ લીધી રસી
  • રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા રહ્યાં હાજર

જામનગર: રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યાએ કોવિડ મહામારી સામે લડવા માટે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર જિલ્લામાં તેમજ શહેરમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ફક્ત જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 80,000 લોકોને વેક્સિન આપવામાં આવી છે. બુધવારે જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેલા 105 વર્ષના સામાની નરેશભાઇ દેવસીભાઈએ પટેલ કોલોની વિસ્તાર કોરોનાની રસી લીધી હતી.

વધુ વાંચો:1.10 લાખ ચુકવ્યા છતાં ફાટેલી PPE કિટમાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મોકલ્યો

રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ રહ્યાં હાજર

105 વર્ષના વૃદ્ધ જ્યારે રસી લઇ રહ્યાં હતાં ત્યારે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા હાજર રહ્યાં હતાં. હકુભા જાડેજાએ આ અંગે જણાવ્યું કે 105 વર્ષના વયોવૃદ્ધ નરશીભાઈ જો રસી લઈ શકતા હોય તો અન્ય વ્યક્તિએ પણ આગળ આવવું જોઈએ. 105 વર્ષના નરસી ભાઈએ કોરોનાની રસી લઈને અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે. જામનગરમાં સિનિયર સીટીઝન અને 45 વર્ષની ઉંમરના લોકો હાલ કોરોનાની રસી મૂકાવી રહ્યાં છે.

વધુ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD સેવા બંધ

Last Updated : Apr 7, 2021, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details