ગુજરાત

gujarat

ETV Bharat / city

Vaccination of prisoners: કેદીઓને લઇ 100 ટકા ટાર્ગેટ પૂરો, જામનગર જિલ્લા જેલમાં યોજાયો રસીકરણ કેમ્પ - Vaccination camp

જામનગર જિલ્લા જેલમાં (Jamnagar District Jail) કેદીઓના રસીકરણનું (Vaccination of prisoners) લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યું છે. તમામ કેદીઓનું વેક્સિનેશન (Vaccination) જુદા જુદા પાંચ તબક્કાઓમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં એક પણ કેદી સંક્રમિત નથી, જ્યારે એક વર્ષ દરમિયાન કોઈપણ કેદીનું કોરોનાથી (Corona) મૃત્યુ થયું નથી.

Vaccination of prisoners: કેદીઓને લઇ 100 ટકા ટાર્ગેટ પૂરો, જામનગર જિલ્લા જેલમાં યોજાયો રસીકરણ કેમ્પ
Vaccination of prisoners: કેદીઓને લઇ 100 ટકા ટાર્ગેટ પૂરો, જામનગર જિલ્લા જેલમાં યોજાયો રસીકરણ કેમ્પ

By

Published : Jun 22, 2021, 7:31 PM IST

  • Jamnagar District Jailમાં યોજાયો રસીકરણ કેમ્પ (Vaccination camp) યોજાયો
  • કેદીઓના કોરોના પ્રતિરોધક રસીકરણમાં 100 ટકા કામગીરી
  • જામનગરની જિલ્લા જેલમાં હાલ 468 કેદીઓ સજા કાપી રહ્યાં છે

જામનગરઃ જામનગરની જિલ્લા જેલમાં (Jamnagar District Jail) રહેલા કાચા અને પાકા કામના કુલ 468 જેટલા કેદીઓને કોરોના વેક્સિનનો ડોઝ (Vaccination of prisoners) આપવા માટેના અત્યાર સુધીમાં જુદા જુદા તબક્કાઓ હાથ ધરવામાં આવ્યાં છે.

જુદા જુદા પાંચ તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું વેકસીનેશન


જેમાં આજે અંતિમ તબક્કામાં બાકી રહેલા 47 કેદીઓને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વેક્સિનેશન સૌપ્રથમ ડોઝ (Vaccination) આપી દેવામાં આવ્યો છે. જેથી જિલ્લા જેલમાં (Jamnagar District Jail) વેક્સિનેશનનું કાર્ય સો ટકા પૂર્ણ થયું છે. જેલમાં 25થી વધુ કેદીઓ સંક્રમિત થયાં હતાં. જોકે તમામ કેદી હાલ કોરોનામુક્ત (Corona) બની ગયાં છે અને એક પણ કેદી કોરોનાની સારવાર હેઠળ નથી.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ કરવા અને corona vaccine લેવા માટે નાગરિકોને કરી અપીલ


જો કે જામનગર જિલ્લા જેલમાં (Jamnagar District Jail) અગાઉ પાંચ વખત વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. તમામ કેદીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ (Vaccination) આપવામાં આવ્યો છે. જો કે 84 દિવસ બાદ ફરી કેદીઓને બીજો ડોઝ આપવામાં આવશે. જિલ્લા જેલ અધિક્ષક જાડેજાએ જણાવ્યું કે એક પણ કેદી કોરોનાગ્રસ્ત ન બને તેની જવાબદારી અમારી છે. કેદીઓમાં પણ જાગૃતતા છે અને બધાં કેદીઓને વેક્સિન (Vaccine) લેતાં થયાં છે.

આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લા જેલમાં 3 કેદીઓ પોઝિટિવ બની સ્વસ્થ થયા, 210 કેદીઓનું કરાયું રસીકરણ

ABOUT THE AUTHOR

...view details