- જામનગર પથકમાં કોરોનાનો હાહાકાર
- જામનગરમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે
- 48 કલાકમાં 100 કોરોના દર્દીઓના મોત
જામનગરઃ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવતો નથી, પણ સ્મશાને કોરોનાના મૃતદેહ લઈ જવામાં આવે છે. તેના રજીસ્ટ્રેશન પરથી ખ્યાલ આવે છે કે, જામનગરમાં કોરોનાથી અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. સ્મશાનમાં રાત્રે 30 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમજ દિવસભર અંતિમ સંસ્કારની કામગીરી ચાલુ રહી હતી.
જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત આ પણ વાંચોઃસુરતની નવી હોસ્પિટલમાં ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા
- જામનગર શહેરમાં બે સ્મશાનગૃહ કાર્યરત છે
જામનગર શહેરમાં બે સ્મશાનગૃહ હાલ કાર્યરત છે. બન્ને સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પીપીઈ કિટમાં મૃતદેહને લઈ જવામાં આવે છે અને અંતિમસંસ્કાર કરવામાં આવે છે.
જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત આ પણ વાંચોઃકોરોનાએ માજા મૂકીઃ એક સાથે 9 એમ્બ્યુલન્સના શોરથી ભાવનગરવાસીઓના હ્રદય કંપી ઉઠ્યા
- જી.જી.હોસ્પિટલમાં 500 મોરબીના દર્દીઓ દાખલ છે
જામનગર જિલ્લામાં 312 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં 500 જેટલા મોરબીના દર્દીઓ દાખલ છે. અહિ મોટાભાગે મૃત્યુ અન્ય જિલ્લાના કોવિડ દર્દીઓનું થઈ રહ્યું છે.