ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતિની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે - ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતિના આ વર્ષને રાષ્ટ્રીય શાયરના ગૌરવ-સન્માનને ઊજાગર કરતી રાજ્યકક્ષાની ઉજવણી તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. CM રૂપાણીએ આ હેત્તુસર વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન અને માર્ગદર્શન માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને 12 સભ્યોની સમિતિની રચના કરી છે.

ETV BHARAT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતિની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે

By

Published : Jan 22, 2021, 7:46 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય
  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મજ્યંતિની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે
  • શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને 12 સભ્યોની રાજ્યકક્ષાની સમિતિની રચના કરાઈ

ગાંધીનગર: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતિના આ વર્ષને રાષ્ટ્રીય શાયરના ગૌરવ-સન્માનને ઊજાગર કરતી રાજ્યકક્ષાની ઉજવણી તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. CM રૂપાણીએ આ હેત્તુસર વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન અને માર્ગદર્શન માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને 12 સભ્યોની સમિતિની રચના કરી છે.

28 ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ

CM વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતિ રાજ્યભરમાં ઉજવવાનું નિર્ધારીત કરવામાં આવ્યું હતું. આ 125મી જન્મજ્યંતિની ઉજવણીમાં Covid-19ની પરિસ્થિતીને ધ્યાનમાં લેતાં સરકારની વખતોવખતની સૂચનાઓ અનુસાર કાર્યક્રમો વિવિધ વિભાગો હાથ ધરે તે અંગેની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શાયરનો જન્મ 28 ઓગસ્ટના રોજ થયો હતો.

યુવા પેઢી માટે મહત્વનું

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આ 125મી જન્મજ્યંતિને આજની પેઢી, યુવાશક્તિ અને સાહિત્ય, કલા-સંસ્કૃતિ પ્રેમીઓ માટે મેઘાણીજીના જીવન-કવન, લોકસાહિત્ય-સંસ્કૃતિમાં તેમના પ્રદાનની સ્મૃતિ ઊજાગર કરનારો અવસર બનાવવાના ઉદાત્ત ભાવથી કાર્યક્રમો યોજવાની બાબતે પણ CM રૂપાણીના માર્ગદર્શનમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત લલિતકલા અકાદમી અને શિક્ષણ વિભાગ સંયુકતપણે મેઘાણી જીવન-કવન આધારિત ચિત્રસ્પર્ધા શાળા-કૉલેજોમાં યોજી શકે તે માટે, મેઘાણી રચિત શૌર્ય ગીતો, હાલરડાં, શૃંગાર ગીતોની સ્પર્ધાઓ, મેઘાણીજી રચિત પુસ્તકોનું ઓનલાઇન પ્રદર્શન અને વેચાણ, લોકવાર્તા સ્પર્ધા, ઇ-બૂક તૈયાર કરવી, કવિતા, નિબંધ લેખન, ગ્રામ પંચાયતોમાં મેઘાણીજીના સાહિત્યીક પુસ્તકોના વાંચન કેન્દ્રો, મેઘાણી સાહિત્યનું અન્ય ભાષામાં ભાષાંતરણ અને વિવિધ રાજ્યોના ગુજરાતી સમાજ ભવનોમાં મેઘાણી જન્મદિન ઉજવણી જેવા કાર્યક્રમોના આયોજન અંગે વિશદ પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ સમિતિમાં પણ શિક્ષણ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ, માહિતી, પ્રવાસન, પૂરાતત્વ અને સંગ્રહાલય, ગ્રંથાલય, લલીતકલા અકાદમી જેવા વિભાગોના ઉચ્ચઅધિકારીઓ અને પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details