ગાંધીનગર: વિદ્યાસહાયકના આંદોલન (vidhya sahayak protest 2022)માં હાજર રહેવા દરમિયાન પોલીસ પર હુમલો (Attack On Police In Gandhinagar) કરવાના ગુનામાં જેલમાં બંધ યુવાનેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર (Yuvrajsinh Jadeja Bail) કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજા અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છે. આ પહેલા ગાંધીનગર કોર્ટ (Gandhinagar District Court)માં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી.
15,000ના બોન્ડ સાથે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર ગાંધીનગરમાં No Entry- ગઈકાલે ફરિયાદી પક્ષે અને યુવરાજસિંહ જાડેજાના વકીલોએ કલાક સુધી દલીલ કરી હતી અને તેના અંતે ગાંધીનગર કોર્ટ દ્વારા નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે 16 એપ્રિલના રોજ ગાંધીનગર કોર્ટ દ્વારા ગાંધીનગર જિલ્લામાં NO ENTRY સાથે 15,000ના બોન્ડ સાથે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસને કોઈપણ પ્રકારની ઈજા નહોતી થઈ- યુવરાજસિંહ જાડેજા તરફથી વકીલ નીતિન ગાંધીએ ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી કે, યુવરાજસિંહ જાડેજાએ એવો કોઈપણ પ્રકારનો પોલીસ પર હુમલો કર્યો નથી અને જો હુમલો કર્યો હોય તો પોલીસને કોઇપણ પ્રકારની ઈજા થઈ હોય તેવા મુદ્દા પણ એફિડેવિટમાં ટાંકવામાં આવ્યા નથી. યુવરાજસિંહ જાડેજાને ફક્ત ફસાવવાનું આ કાવતરું કર્યું હોવાની દલીલ ગાંધીનગર કોર્ટમાં કરવામાં આવી હતી. આજે ગાંધીનગર કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજાને 15 હજારના જામીન સાથે ગાંધીનગરમાં પ્રવેશ નહીં (No Entry In Gandhinagar)આપવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Yuvraj Singh Jadeja bail application: યુવરાજ સિંહ જાડેજાની જામીન અરજી પર કોર્ટ 16 એપ્રિલે આપશે ચુકાદો
સરકારી વકીલે શું દલીલ કરી-સરકારી વકીલ દ્વારા ગાંધીનગર કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, લોકશાહીમાં આંદોલન કરવાની પદ્ધતિ હોય છે એ પદ્ધતિને અનુસરીને આંદોલન કરવા જોઈએ. આ દરમિયાન યુવરાજસિંહ જાડેજાએ પોલીસ પર ગાડી ચલાવવાની કોશિશ કરવામાં આવી હતી જેથી 307 કલમ લગાવી છે અને આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને જામીન ન આપવા જોઇએ અને જો જામીન આપવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરની હદમાં પ્રવેશ ન કરવાની શરતના આધારે શરતી જામીન આપવા જોઇએ.
આ પણ વાંચો:Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ પર ખોટો ગુનો દાખલ કર્યો, સરકાર નહિ માને તો પરિવર્તન થશે
સાંજે 7 કલાકની આસપાસ અમદાવાદ જેલમાંથી થશે મુક્ત- યુવરાજસિંહ જાડેજા અત્યારે અમદાવાદની સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail)માં છે. ગાંધીનગર કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાને જ્યાં સુધી ચાર્જશીટ ફાઈલ ન થાય ત્યાં સુધી ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરવો નહીં, 15 હજાર રૂપિયાના જામીન અને તપાસ અધિકારીને તપાસમાં સહયોગ કરવો ઉપરાંત જ્યાં સુધી કેસ કાર્યરત છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય નહીં છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ગાંધીનગર કોર્ટના તમામ કાગળ સાડા પાંચ-છ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ જેલમાં પહોંચશે અને એક કલાકની કાર્યવાહી બાદ 7 વાગ્યાની આસપાસ યુવરાજસિંહ જાડેજાને અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવશે.