ગુજરાત

gujarat

ETV Bharat / city

Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહને સાબરમતી જેલ મોકલવા કોર્ટનો આદેશ, પોલીસે કોર્ટમાં રિમાન્ડ ન માગ્યા

ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ (Yuvrajsinh Jadeja appears in Court) કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે યુવરાજસિંહના રિમાન્ડની માગણી કરી (Yuvrajsinj Jadeja Arrested) નહતી. હવે પોલીસે તમામ પૂરાવાઓને FSLમાં મોકલ્યા છે.

Yuvrajsinj Jadeja Arrested: યુવરાજસિંહને સાબરમતી જેલ મોકલવા કોર્ટનો આદેશ, પોલીસે કોર્ટમાં રિમાન્ડ ન માગ્યા
Yuvrajsinj Jadeja Arrested: યુવરાજસિંહને સાબરમતી જેલ મોકલવા કોર્ટનો આદેશ, પોલીસે કોર્ટમાં રિમાન્ડ ન માગ્યા

By

Published : Apr 6, 2022, 3:25 PM IST

ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે યુવરાજસિંહને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. તો આ તરફ પોલીસે કોર્ટમાં (Yuvrajsinh Jadeja appears in Court) યુવરાજસિંહના રિમાન્ડની કોઈ માગણી કરી નહતી. જ્યારે પોલીસે તમામ પૂરાવાઓને FSLમાં મોકલ્યા છે.

વિદ્યા સહાયકોની ઉશ્કેરણી કરવામાં આવી

વિદ્યા સહાયકોએ સચિવાલયમાં કર્યો હતો વિરોધ -આપને જણાવી દઈએ કે, સચિવાલયના ગેટ નંબર 4 પાસે 5 એપ્રિલે વિદ્યા સહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, પોલીસ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પાછળ યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યા સહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા (Provocation of Vidya Sahayak candidates) હોવાનો તેમની પર આક્ષેપ છે.

પોલીસે ન માગ્યા રિમાન્ડ - વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીના ઓર્ડર આપવામાં આવ્યા છે. ત્યારબાદ ગાંધીનગર DySP એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે, આજે પોલીસ પર હુમલાના ગુના બાબતે યુવરાજસિંહ અને તેની સાથે રહેલા એક શખ્સને ગાંધીનગર કોર્ટમાં (Yuvrajsinh Jadeja appears in Court)રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે એકઠા કરેલા તમામ પૂરાવાઓ અત્યારે FSLમાં મોકલવામાં આવ્યા છે. તો ગાંધીનગર કોર્ટે યુવરાજસિંહને (Yuvrajsinh Jadeja appears in Court) જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ જાહેર કર્યો છે. આમ, યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે રહેલા એક શખ્સને સાબરમતી સેન્ટ્રલ જેલ (Yuvrajsinh Jadeja in Sabarmati Jail) ખાતે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો-GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

યુવરાજસિંહ પોતાની કારમાં રાખે છે સ્પાઈ કેમેરા- આ બાબતે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજાએ પોતાની ગાડીમાં આગળના ભાગે એક સ્પાય કેમેરા રાખ્યો છે. આ તમામ વસ્તુઓ રેકોર્ડિંગ કરે છે. જ્યારે યુવરાજસિંહ જાડેજાએ પોલીસકર્મી ઉપર ગાડી ચડાવી તે (Yuvrajsinh Jadeja Arrested) ઘટના પણ આ જ કેમેરામાં રેકોર્ડ થઈ છે. તેના રેકોર્ડ ઉપર જ યુવરાજસિંહ જાડેજા ઉપર કાયદેસરનો કેસ કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર પોલીસે આ સમગ્ર ઘટનાનો વીડિયો રિલીઝ કર્યો હતો.

આ પણ વાંચો-Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ

વિદ્યા સહાયકોની ઉશ્કેરણી કરવામાં આવી - ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે વિદ્યા સહાયકો દ્વારા ગેટ નંબર 4 પર વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવી રહ્યું હતું. પોલીસ મંજૂરી પણ નહતી. એટેલ જેથી પોલીસ વિદ્યા સહાયક આંદોલનકારીઓની અટકાયત કરી તેમને હેડ ક્વાર્ટર લઈ આવી હતી. તેમની પાછળ પાછળ યુવરાજસિંહ જાડેજા પણ અહીં પહોંચ્યા હતા. અહીં તેમણે તમામ મહિલાઓ અને પુરુષ વિદ્યા સહાયક ઉમેદવારોને ઉશ્કેરવાનું (Provocation of Vidya Sahayak candidates) કામ કર્યું હતું.

કયો ગુનો દાખલ કરવામાં આવ્યો -રેન્જ IG અભય ચુડાસમાને વિગત આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Arrested) અને તેના એક સાથી પર 332 અને 307નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને કલમ બિનજામીનપાત્ર છે. પોલીસકર્મી પર હુમલો કરવો અને તેને મારવાનો પ્રયત્ન કરવાની કલમ હેઠળ યુવરાજસિંહ જાડેજા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details