ગુજરાત

gujarat

ETV Bharat / city

મેચ ટુર્નામેન્ટમાં વિજયી બનતાં ગીયોડ ગામે યુવકોએ DJ રેલી યોજી, પોલીસે કેસ દાખલ કર્યો - Rally

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગાંધીનગર પણ બાકાત રહ્યું નથી. ગાંધીનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ ગાંધીનગર જિલ્લાના છાલા ગામમાં યુવાનોએ મેચ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં યુવાનોએ ટુર્નામેન્ટ જીત્યા બાદ ગીયોડ ગામના રસ્તા ઉપર ડીજે સાથે રેલી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગાંધીનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવાનોની ધરપકડ કરી છે.

મેચ ટુર્નામેન્ટમાં વિજયી બનતાં ગીયોડ ગામે યુવકોએ DJ રેલી યોજી, પોલીસે કેસ દાખલ કર્યો
મેચ ટુર્નામેન્ટમાં વિજયી બનતાં ગીયોડ ગામે યુવકોએ DJ રેલી યોજી, પોલીસે કેસ દાખલ કર્યો

By

Published : Dec 5, 2020, 7:11 PM IST

  • ગાંધીનગરના ગીયોડ ગામે સરકારની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન
  • મેચ જીત્યાં બાદ યુવાનોએ DJ સાથે રેલી યોજી
  • મોડી રાત્રે જાહેર રસ્તા પર રેલી યોજી
  • પોલીસે તમામ પર કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
  • 50થી વધુની બાઇકની રેલી

ગાંધીનગર: ક્રિકેટ ટુર્નામેન્ટ જીત્યાં બાદ યુવાનોએ ગીયોડ ગામના રસ્તા ઉપર ડીજે સાથેની રેલી કાઢીને ઉજવણી કરી હતી. મોડી રાત્રે રેલી નીકળીને યુવાનોએ ક્રિકેટ મેચની જીતની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં બાઇક રેલીનો વીડિયો વાયરલ થતાં જ ગાંધીનગર પોલીસ ઉપર અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો થઇ રહ્યા હતા ત્યારે ગાંધીનગર પોલીસે તમામ આયોજકો વિરુદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વીડિયોના આધારે અન્ય યુવાનોની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મેચ ટુર્નામેન્ટમાં વિજયી બનતાં ગીયોડ ગામે યુવકોએ DJ રેલી યોજી, પોલીસે કેસ દાખલ કર્યો

એપેડેમિક એકટનું ઉલ્લંઘન

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં એપેડેમિક એક્ટ જાહેર કરાયો છે. જેને લઇને વ્યક્તિ જાહેરમાં સરઘસ, રેલી જેવા ભીડ એકઠી થતાં હોય તેવા કાર્યક્રમ ન કરી શકે, પરંતુ ગાંધીનગર જિલ્લાના ગીયોડ ગામના યુવાનોએ મેચના ટુર્નામેન્ટ બાદ મોટી રેલી કાઢી હતી. જેથી એપેડેમિક એક્ટ-1987 હેઠળ તપાસ હાથ ધરી છે.

વીડિયોના આધારે વધુ યુવાનોની શોધખોળ શરૂ

ગાંધીનગર પોલીસે રેલી બાબતે કાયદેસરની તપાસ હાથ ધરી છે, જ્યારે આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરનો ગુનો નોંધ્યો છે, પરંતુ રેલીમાં વધુ યુવાનો જોવા મળ્યાં હતાં. આ બાબતે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોના આધારે અને જે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે યુવાનોની પૂછપરછના આધારે વધુમાં વધુ યુવાનોની ધરપકડ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. રેલીમાં લોકો જે હાજર હતાં તે તમામની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details