ગુજરાત

gujarat

ETV Bharat / city

કૃષિ બિલના વિરોધમાં યૂથ કોંગ્રેસની મશાલ રેલી, પોલીસે અટકાવતા ઘર્ષણ - યૂથ કોંગ્રેસની મશાલ રેલી

લોકસભામાં પસાર થયેલા કૃષિ બિલના દેશમાં પડઘા પડવાના શરૂ થઈ ગયા છે. આ કૃષિ બિલના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા સાંજના સમયે મશાલ રેલી કાઢવામાં આવી હતી. સત્યાગ્રહ છાવણી ખાતેથી રેલી વિધાનસભા તરફ જઈ રહી હતી. તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

gandhinagar
યૂથ કોંગ્રેસની મશાલ રેલી

By

Published : Sep 24, 2020, 10:07 PM IST

ગાંધીનગરઃ કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુરૂવારે સાંજના સમયે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા એક મશાલ રેલી યોજવામાં આવી હતી. જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા. મશાલ સાથે રેલી આગળ નીકળી રહી હતી તે દરમિયાન પોલીસે આ રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યો હતો. પોલીસે મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત કરી હતી.

યૂથ કોંગ્રેસની મશાલ રેલી

ABOUT THE AUTHOR

...view details