ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સિવિલની 8 માળની બિલ્ડીંગ પરથી 4ના મોત થયા છે, 5માંને બચાવી લેવાયો - Today News Gandhinagar

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં બનાવાયેલી આઠ માળની ઇન્ડોર બિલ્ડીંગમા સારવાર લેઈ રહેલા અત્યાર સુધીમાં ચાર દર્દીઓએ મોતની છલાંગ લગાવી છે ત્યારે મંગળવારે આઠમા માળે આવેલા મેડિસિન વોર્ડમાં સારવાર લઈ રહેલા એક યુવકે મોતની છલાંગ લગાવવા બારીના છઝા ઉપર આવીને ઉભો થઇ ગયો હતો. જેને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

Gandhinagar Civil Hospital
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ

By

Published : Dec 11, 2019, 2:10 AM IST

મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલમાં આવેલી આઠ માળની ઇન્ડોર બિલ્ડીંગના 8માં માળે મેડિસિન વોર્ડ આવેલો છે તે વોર્ડમાં 5 દિવસ પહેલા એક 27 વર્ષીય યુવક નારણજી રમેશજી સોલંકી (રહે આલમપુર ગાંધીનગર) સારવાર માટે દાખલ કરાયો હતો. મંગળવારે બપોરના સમયે એકાએક આ યુવક વોર્ડની બારીના છઝા ઉપર આવીને બેભાન અવસ્થામાં ઊભો રહી ગયો હતો. આ દ્રશ્ય ફરજ બજાવી રહેલા સિક્યુરિટીની નજરમાં આવતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ

બનાવની જાણ થતા ગાંધીનગર સિવિલમાં પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આ યુવકને સમજાવવાનું કામ ચાલુ રાખ્યું હતું. બીજી તરફ ફાયરના જવાનો બારી સુધી પહોચી ગયા હતાં અને પાસે જઇને યુવકને અંદર ખેંચી લીધો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આઠ માળની બિલ્ડીંગ બની ત્યારથી લઈને આજ સુધી ચાર યુવકોએ મોતની છલાંગ લગાવી છે ત્યારે મંગળવારે ફાયરની ટીમ દ્વારા પાંચમા યુવકને બચાવી લેવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details